મોરબીમાં ૫ ફેબ્રુઆરીએ શિક્ષકો માટે બદલી કેમ્પ : ૧૭૩ શિક્ષકો કરશે સ્થળ પસંદગી

- text


મોરબી : મોરબીમાં આગામી ૫ ફેબ્રુઆરીએ શિક્ષકો માટે બદલી કેમ્પનું બુનિયાદી શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ૧૭૩ શિક્ષકોને સ્થળ પસંદગી અર્થે બોલાવવામાં આવ્યા છે.

વર્ષ-૨૦૧૭ નાં ઓનલાઇન આંતરીક બદલી કેમ્પ બાદની બાકી રહેલ જગ્યા ઉપર મોરબી જિલ્લામાં જિલ્લાફેર બદલીથી આવવા માંગતા અને વર્ષ-૨૦૧૭ સુધી નિયત સમયમર્યાદામાં નિયમોનુસાર મળેલ અરજી અન્વયે અરજી કર્તાઓની બદલી કેમ્પ આગામી તા. ૫ ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારે ૧૦ કલાકેથી બુનિયાદી કન્યા શાળા,વી.સી.ફાટક પાસે,મોરબી ખાતે રાખેલ છે.

- text

પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના મુજબના ૧૭૩ જેટલા બદલી વાંચ્છુક શિક્ષકોને કોલ લેટર ગત તા.૨૪નાં રોજ રજીસ્ટર્ડ ટપાલથી રવાના કરેલ છે.અને તેમના શ્રેયાનતા ક્રમની યાદી જિલ્લા પંચાયત શિક્ષણ શાખા-મોરબીની કચેરી ખાતે નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરેલ છે. પ્રાથમિક વિભાગ માટે ૧૧૮ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે ૩૫ તેમજ ખાસ કેટેગરી માટે ૨૦ કર્મચારીને સ્થળ પસંદગી અર્થે બોલાવેલ છે. જાહેર પ્રસિધ્ધ કરેલ શ્રેયાનતા યાદી બાબતે કોઈ કર્મચારીને પ્રશ્ન કે ફરીયાદ હોય તો તા. ૨ ફેબ્રુઆરી સુધીમાં આધાર-પુરાવા સાથે રૂબરૂમાં રજૂઆત કરવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર.એસ.પારેખની યાદીમાં જણાવાયું છે.

 

- text