મોરબીમા એક કારચાલક, ત્રણ બાઈકચાલક અને બે રાહદારીઓ પીધેલી હાલતમાં પકડાયા

- text


વાંકાનેરમાં બે તેમજ માળીયા અને ટંકારામાં એક-એક પીધેલા ઝડપાયા : મોરબીમા દેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત બે પકડાયા

મોરબી : મોરબીમાં દારૂ પીધેલી હાલતમાં એક કારચાલક, બે બાઇકચાલક અને ત્રણ રાહદારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સાથે દેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત બેને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેર પોલીસે બે તેમજ માળિયા અને ટંકારા પોલીસે એક-એક પીધેલાને પકડ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પોલીસે ગઈકાલે દારૂ ઢીંચેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગેંડા સર્કલ પાસેથી કારચાલક મુકેશ દિલીપ લાંબા અને બાઈકચાલક મુન્નાકુમાર કુર્મી, જેતપર રોડ પરથી બાઈકચાલક દિલીપ નારણસિંગ પવાર અને રાકેશ જોખલા બારોલાને પકડી પાડ્યા હતા.આ સાથે મોરબી પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ત્રાજપરથી ગોવિંદ ઉર્ફે ગલી દિનેશ અદગામા અને લીલાપરથી ગવરીબેન બીજલ આતરેસાને ઝડપ્યા હતા.

- text

આ ઉપરાંત વાંકાનેર પોલીસે ગાયત્રી મંદિર પાસેથી બેચર મેરૂ સોલંકી અને રાકેશ કિશોર ધોળકિયાને, માળિયા પોલીસે માણાબા ગામેથી રમેશ કિશોર ધોળકિયાને અને ટંકારા પોલીસે હર્ષદ બાધા ડાભીને પીધેલી હાલતમાં ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text