શું આપનું બાળક ફક્ત પુસ્તકિયું જ્ઞાન તો નથી મેળવતું ને ? જુઓ આ ખાસ ઇન્ટરવ્યુ

- text


દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મોરબી અપડેટની ખાસ મુલાકાત : મોરબીમાં બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા ટીચ લેસ…લર્ન મોર…પર અપાતો ભાર

મોરબી : સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર સિરામિક નગરી મોરબી શૈક્ષણિક રીતે હજુ ઘણું પાછળ છે ત્યારે ગતવર્ષથી મોરબીના આંગણે શરૂ થયેલ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ વાલીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની ચુકી છે, કારણ કે અહીં માત્ર હાઈક્વોલિટી શિક્ષણ જ નથી અપાતું બલ્કે સાથે સાથે બાળકોને દુનિયાદારીનું પ્રત્યક્ષ ભાન કરાવી ભણતરની સાથે ગણતર પણ શીખવવામાં આવી રહ્યું છે.

મોરબીના વાચકો માટે હંમેશા નવી – નવી બાબતો પીરસતા મોરબી અપડેટ દ્વારા આજે ધોરણ ૧ થી ૮ માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકો માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ ભણતરની સાથે સંસ્કારોનું સિંચન કરી માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પણ પ્રેક્ટિકલી નોલેજ આપતી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ખાસ મુલાકાત પ્રસ્તુત કરી છે જેમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ નાગેન્દ્ર પાંડેએ મોરબીના વાલીઓ માટે મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી સાથે સાથે તેઓએ મોરબીની ટ્રાફિક સેન્સ અને અન્ય બાબતો ઉપર પણ માર્મિક ટકોર કરી હતી.

સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું હબ ગણાતા મોરબીમાં આજે પણ શિક્ષણમાં ગ્લોબલાઈઝેશનની કમી જોવા મળી રહી છે તેથી જ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા અહીં વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ સવલતો સાથે ટ્રેઇન્ડ ટીચર્સની નિમણુંક કરી ધોરણ ૧ થી ૮ માં સીબીએસસી અભ્યાસક્રમ સાથે એક અલગ જ ફોરમેટમાં ચાલતી સ્કૂલ શરૂ કરી હોવાનું જણાવતા નાગેન્દ્ર પાંડે ઉમેરે છે કે અમારો મંત્ર છે કે ટીચ લેસ લર્ન મોર… અર્થાત ટેક્સ્ટ બુકની સાથે – સાથે બાળકોને આસપાસની દુનિયા, અને વિશ્વફલકની માહિતી પણ મળવી જ જોઈએ.

વધુમા તેઓ ઉમેરે છે કે ગ્લોબલાઈઝેશનના આ યુગમાં જેમ બાળકો ભણે છે એ જ મેથડથી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના શિક્ષકોને પણ શૈક્ષણિક ક્ષેત્રે આવતા બદલાવોથી અવગત થવા માટે વર્ષમાં બે વાર ટ્રેનિંગ આપવામાં આવર છે ઉપરાંત પ્રિન્સિપાલ પણ વર્ષમાં એક વખત પ્રિન્સિપાલ મીટમાં ભાગ લઈ પોતપોતાના ઇનોવેશન રજૂ કરે છે જેથી કરીને નવા ઇનોવેશન મુજબ બાળકો પણ આધુનિક અભ્યાસક્રમથી વાકેફ રહે.

- text

અન્ય સ્કૂલોની તુલનાએ તમામ વર્ગખંડમાં ફક્ત 30 વિદ્યાર્થીઓની સંખ્યા સીમિત રાખી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા તમામ બાળકો ઉપર પર્સનલી ધ્યાન રાખવામાં આવતું હોવાનું તેમને જણાવ્યું હતું. ખાસ કરીને બાળકોમાં મૌલિકતા વિકસે તે માટે બાળકોને ટેક્સ્ટ બુકના બિંબાઢાળ જવાબો સીધા જ લખવાને બદલે રીડ લોકલી આન્સર ગ્લોબલી સૂત્ર મુજબ પોતાના પ્રત્યક્ષ અનુભવને આધારે જવાબો લખવાની સુટેવ કેળવવામાં આવતી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

દરમિયાન છેલ્લા એક વર્ષથી મોરબી સાથેના જોડાણ બાદ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ નાગેન્દ્રજીએ મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા ઉપર માર્મિક ટકોર પણ કરી હતી અને મોરબીના લોકોને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે જ્યારે કોઈ સ્ફુલ બસ બાળકોને ઉતારતી – ચડાવતી હોય ત્યારે બસના દરવાજા તરફ ચાલવાને બદલે નાના – નાના વિદ્યાર્થીઓના હિતમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું, સાથે – સાથે મોરબીમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યાને કારણે માત્ર બાળકો જ નહીં પરંતુ સિનિયર સીટીઝન પણ હેરાન પરેશાન થતા હોવાનું પોતાના ઓબ્ઝર્વેશનમાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

અંતમાં પ્રિન્સિપાલ નાગેન્દ્ર પાંડેજઈએ ખાસ કરીને આગામી ફેબ્રુઆરી – માર્ચમા સીબીએસસી અભ્યાસક્રમમાં ભણતા બાળકો માટે સ્કૂલની પસંદગી કરવાની હોય તે પૂર્વે મોરબીના સ્માર્ટ વાલીઓએ કમસેકમ એક વખત પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક વખત દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની મુલાકાત લેવાની સાથે સફળતા પૂર્વક છેલ્લા એક વર્ષથી અહીં અભ્યાસ કરતા બાળકો અને વાલીઓના પ્રતિભાવ જાણી હાઇક્વોલિટી એજ્યુકેશન માટે નિર્ણય લેવા તમામ વાલીઓને અનુરોધ કર્યો છે.

વધુ વિગત માટે સંપર્ક :
દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ – મોરબી
બાની વાડીની પાછળ, વિરપર, મોરબી- રાજકોટ હાઇ-વે , મોરબી
સંપર્ક નંબર : 7573075065, 7573075020, 8758791912, 8758791913
ઈમેલ : [email protected]
web : www.dwpsmorbi.com

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મોરબી અપડેટની ખાસ મુલાકાતનો ઇન્ટરવ્યૂ જોવા નીચેની લિંક પર ક્લિક કરો

 

 

 

- text