હળવદના માથક ગામેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

૬૦ બોટલ દારૂ સાથે રૂપિયા ૧૮૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો

હળવદ : હળવદ તાલુકાના માથક ગામની સીમ વિસ્તારમાં આવેલ એક વાડી વિસ્તાર માથી પોલીસ દ્વારા ગત મોડી રાત્રીના દરોડો પાડી ૬૦ બોટલ દારૂ સાથે એક સખ્યને ઝડપી લીધો હતો સાથે જ દારૂ આપી જનાર ચુપણી ગામના શખ્સ ને પણ ઝડપી લેવાયો છે.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલ રાત્રિના હળવદ પી.એસ.આઈ પી.જી. પનારા ચરાડવા બીટ જમાદાર વનરાજસિંહ બાબરીયા સહિતનાઓ દ્વારા હળવદ તાલુકાના માથક ગામની સીમ વિસ્તારમાં આવેલ અજીતસિંહ નાનુભાઈ ચૌહાણની વાડીએ દરોડો પાડતા વિદેશી દારૂની સાઈઠ બોટલ મળી આવી હતી આ સાથે જ પોલીસ દ્વારા આરોપી અજીતસિંહની ધરપકડ કરી પૂછપરછ કરાતા આ વિદેશી દારૂ નો જથ્થો ચૂંપણી ગામે રહેતો વશરામભાઈ ભવનભાઈ ભરવાડ આપી ગયો હોવાનું ખુલવા પામ્યું હતું.

વધુમાં પોલીસ દ્વારા તેને પણ રાત્રીના જ ઉપાડી લેવામાં આવ્યો હતો સાથે આરોપીઓને હળવદ નામદાર કોર્ટમાં રજૂ કરાતા બન્ને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en