મોરબીમાં દેશી દારૂની કોથળીઓ સાથે એક મહિલા સહિત સાત ઝડપાયા

- text


હળવના માથક ગામેથી પણ પોલીસે દેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

મોરબી : મોરબીમા દેશી દારૂની કોથળીઓ લઈ જતા ૧ મહિલા સહિત ૭ ને પોલીસે પકડી પાડ્યા છે. ઉપરાંત હળવદ પોલીસે પણ માથક ગામેથી બે શખ્સોને દેશી દારૂની પોટલી સાથે બે શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પંથકમાં થતા દેશી દારૂના લે-વેચ પર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે મોરબીના નજરબાગ પાછળના ખુલ્લા પ્લોટમાંથી કલુબેન પ્રવીણ મકવાણાને ૮ કોથળી સાથે, ઘુંટુ ગામેથી હિતેશ ઉર્ફે જાડિયો ધીરુ ઉડેશાને ૬૮ લીટર સાથે, મકનસર ગામેથી કલ્પેશ કાળું ગઢડીયાને ૬ લીટર સાથે, ઘૂંટુ ગામેથી વિપુલ ઉર્ફે ભુરો નારણ સોલંકી અને નવઘણ પરબત રબારીને ૧૮ લીટર સાથે જ્યારે લાલપર ગામેથી અજિત ઉર્ફે સુનિલ રણજીત હમીરપરાને ૨૨ લીટર દેશી દારૂ સાથે પકડી પાડ્યા છે.

- text

આ ઉપરાંત હળવદ પોલીસે માથક ગામેથી બળદેવ ઉર્ફે કાળું વાલજી મકવાણાને ૧૦ લીટર સાથે તેમજ મયુર બચુ સારલાને ૬ લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text