મોરબીમાં કરુણા અભિયાન અંતર્ગત ૭મીએ કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક

- text


મોરબી : ઉત્તરાયણના પર્વે પક્ષીઓને ઘાયલ થતા બચાવવા માટે કરુણા અભિયાન કાર્યરત છે. આ અભિયાન અંતર્ગત આગામી તા. ૭ના રોજ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. ઉતરાયણ જેવા પર્વની ઉજવણી અબોલ પક્ષીઓ માટે કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય આ સંદર્ભે કરૂણા અભિયાન-૨૦૧૯ અંતર્ગત તા.૦૭નાં સવારે ૧૧-૦૦ કલાકે જિલ્લા સેવાસદન સભાખંડ, કલેકટર કચેરી-મોરબી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.

- text

જેમાં સંકલનના સર્વે અધિકારીઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેમ એમ.એમ.ભાલોડી, નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષક-મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text