દારૂ પી છાકટા બનેલા ૧૭ દારૂડિયા ઝડપાયા

- text


મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર અને માળીયામાં પોલીસનો સપાટો

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં દેશી, વિદેશી દારૂ પી છાકટા બનેલા ૧૭ દારૂડિયાઓ પોલીસની ઝપટે ચડી જતા પોલીસે ગરીબ અને તવંગરનો ભેદ રાખ્યા વગર તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર જિલ્લામાં ગઈકાલે સાંજે દારૂની મજા માણનાર (૧) નરેશભાઇ પ્રભુભાઇ કલોતરા, ઉ.વ.૨૮ રહે.ઉમીયાનગર મોરબી-૨ (૨) ઇશ્વરભાઇ રૂપાભાઇ ભુરીયા, ઉવ.૨૭ ધંધો મજુરી રહ.નસીતપર ગામે મનહરભાઇ ભગવાનજીભાઇની વાડીએ તા.ટંકારા મુળ ગામ ખલતા ગરબડી તા.ધાનપુર જી.દાહોદ (૩)ગોપાલભાઇ મૂળજીભાઇ મકવાણા, ઉવ. ૪૫ ધંધો મજ્રુરી, રહે નાની વાવડી તા જી મોરબી, (૪)નરેન્‍દ્રભાઇ ચંદુભાઇ પાંઉ, ઉ.વ.૪૧ રહે.નાનીવાવડી દશામાના મંદીર પાસે તા.મોરબી (૫) કિશોરભાઇ અમરશીભાઇ મકવાણા, ઉ.વ.૪૧ રહે.વાવડીગામ રામડેરી ની સામે તા.મોરબી (૬) જયદીપભાઇ ઉર્ફે ભોલો દેવદાનભાઇ ડાંગર, ઉ.વ.૨૬ રહે.મોરબી રવાપર ગામ (૭) સંદીપ ઉર્ફે કાશી જયંતિભાઇ રાંકજા, ઉ.વ.૨૭ રહે.રવાપર ગામ શેરીનં.૧ તા.જી. મોરબી,(૮) રાજેશભાઇ ઉર્ફે જીતુ દેવાભાઇ ડાંગર, ઉ.વ.૩૦ રહે.મોરબી રવાપર ગામ રવેચી કૃપા સામે (૯) સુનિલ ઉર્ફે મુનો ધનજીભાઇ શેરશીયા, ઉ.વ.૩૦ રહે.મોરબી રવાપર બોનીપાર્ક ધરતી ટાવર સામે,(૧૦) નાનજીભાઇ રતુભાઇ સોલંકી, ઉવ.૪૫ ધંધો મજુરી રહે.ભડીયાદ કાંટે હરીઓમ સોસાયટી પાછળ મુળ ગામ પાનેલી તા.મોરબી (૧૧) ગોવિંદભાઇ મડીયાભાઇ બામણીયા, ઉવ.૩૫ ધંધો મજુરી રહે. નસીતપર ગામે મનહરભાઇ ભગવાનજીભાઇની વાડીએ તા.ટંકારા મુળ ગામ ભાણપુર તા.ધાનપુર જી.દાહોદ (૧૨) ભાવિકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉવ 34 રહે ઋષભનગર 3 ચબુતરા પાસે તા જી મોરબી મુળ રહે વાધરાવા તા માળીયા મીયાણા જી મોરબી (૧૩) જગદિશભાઇ ગોરધનભાઇ વરાણીયા, ઉવ.૨૮, રહે ત્રાજપર ચોરાવાળી શેરી તા જી મોરબી (૧૪) મશરુભાઇ નાગજીભાઇ કુંઢીયા, ઉ.વ. ૫૬ ધંધો. મજુરી રહે. ટંકારા, દે.પુવાસ વલ્લભભાઇ પટેલના કારખાના સામે તા.ટંકારા જી. મોરબી (૧૫) નિતેશ ઉર્ફે બુધો લાલજીભાઇ મકવાણા ઉ.વ.૨૭ રહે, હળવદ જુની મામલતદાર કચેરી સામે તા.હળવદ જી.મોરબી (૧૬) હક્કાભાઇ શીવાભાઇ કટોણા, ઉ.વ.૩૦ રહે માણેકવાડા તા.હળવદ જી મોરબી અને (૧૭) જુગાભાઈ નરશીભાઈ દેગામા, ઉ.વ.૪૪ ધંધો.ખેતી રહે. ચીખલી તા.માળીયા વાળા સહિત તમામ આરોપીઓ જાહેરમાં દારૂ પી છાકટા બનતા પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text