હળવદમાં ભેંસ ચોરી કરવાના ગુનામાં ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદ : હળવદમાં ભેંસ ચોરી કરવાના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને અંતે રાજકોટ રેન્જની સ્ક્વોડે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ મથકના ભેંસ ચોરીના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી નાસતો ફરતો શખ્સ સવજી ઉર્ફે સવો ગોરધનભાઈ કુડેચા રહે. ગોપલગઢ, તા. ધ્રાંગધ્રા વાળો હળવદ માર્કેટ યાર્ડ ખાતે હોવાની રાજકોટ રેન્જની નાસતા ફરતા માટેની ખાસ સ્ક્વોડને જાણ થઈ હતી. જેના પગલે સ્ક્વોડે ત્યાં ધસી જઈને આરોપીને ઝડપી પાડીને તેને હળવદ પોલીસ મથકને સોંપ્યો હતો.