મોરબીમા નતાલે તુલસી દિવસ ઉજવાશે

- text


સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે તૃતીય તુલસી દિવસ ઉજવાશે

મોરબી : પશ્ચિમી સંસ્કૃતિ પાછળ આંધળી દોટ મૂકી યુવાધન ૨૫ ડિસેમ્બર નાતાલના દિવસે ક્રિસમસ ટ્રી પાછળ ઘેલા બને છે ત્યારે મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા નાતાલના દિવસે તુલસી દિવસ ઉજવવામાં આવશે.

છેલ્લા બે વર્ષથી સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વારા શરૂ કરાયેલ તુલસી દિવસ ઉજવણીને અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા સતત ત્રીજા વર્ષે તુલસી દિવસ નિમીતે વિવિધ કાર્યક્રમો ઘડી કઢાયા છે જેમાં સ્વાસ્થ્ય, સામાજિક ,પ્રકૃતિ અને પર્યાવરણના કાર્યો કરતા સમાજના ૧૦ શ્રેષ્ઠીઓ નું તુલસી સન્માન પત્રકથી સન્માન કરવામાં આવશે.

- text

ઉપરાંત સવારના આઠથી બપોરે એક વાગ્યા સુધીના આ કાર્યક્રમની સાથે સાથે મહત્વપૂર્ણ પુસ્તક પ્રદર્શન યોજાશે તેમજ ૨૧૦૦ તુલસી રોપાનું નિશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે.

તુલસી દિવસે માટીના વાસણો અને ફુલછોડ નુ વેચાણ ,ઔષધિઓનું વેચાણ ,તુલસીનું મહત્વ સમજાવતું નાટક ,ppt, ટેલી ફિલ્મ, વક્તવ્ય, પ્રદર્શની, યજ્ઞ, સુવર્ણપ્રાશન વગેરે આકર્ષણ જમાવશે જેથી આ કાર્યક્રમમાં પધારવા વિદ્યાર્થીઓ વાલીઓ અને જાહેર જનતાને સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text