મોરબીમાં ઠંડીમા ઠરતા ગરીબોને ધાબળા વિતરણ

- text


યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના સભ્ય દ્વારા માનવધર્મનું કાર્ય

મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા શિયાળામાં ઠંડીમાં ઠુઠવતા ગરીબ પરિવારોને હૂંફ આપવા ધાબળા વિતરણ કરી નાનકડી સહાય થકી કડકડતી ઠંડીમાં ઠરતા ગરીબ પરિવારને મદદરૂપ બની શકીએ તેવો સંદેશ યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના સભ્યોએ આપ્યો હતો.

- text

મોરબીમાં યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ પશુ-પક્ષીઓની સેવાકીય પ્રવૃતિમા અગ્રેસર રહ્યું છે જ્યારે હવે કડકડતી ઠંડીની શિઝન શરૂ થતા ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબ વિસ્તારોમાં યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના સભ્ય દિપ પરેશભાઇ મેરજા દ્વારા ૧૦૦ થી વધુ ધાબળા ગરીબોને વિતરણ કરી ઠંડીથી રાહત આપવા મદદરૂપ બનેલ હતા અને નકામી ચીજવસ્તુઓ એકઠી કરી જરૂરિયાતમંદો સુધી પહોચાડી ઠંડીના કણસતા ગરીબ પરિવારોને મદદરૂપ બનવા યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના સભ્ય દિપ પરેશભાઇ મેરજાએ અનુરોધ કર્યો હતો.

- text