મોરબી ફાયરિંગની ઘટનામાં કોન્ટ્રાકટ કિલરો હથિયાર સાથે આવતા હોવાના cctv ફૂટેજ મળ્યા

- text


આરીફ મીર સારવાર માટે અમદાવાદમાં : બે હથિયાર કબ્જે કરતી પોલીસ : કાલિકા પ્લોટ, શનાળા અને મચ્છીપીઠમાં ચાંપતો બન્દોબસ્ત

મોરબી : ગઈકાલે સાંજે મોરબીના કાલિકા પ્લોટમાં બાઇકમાં આવેલા બે શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરવાની ઘટનામાં પોલીસને મહત્વના પુરાવા રૂપે ખુલમખુલ્લા હથિયાર સાથે બાઇક ઉપર આવી રહેલા ભાડૂતી મારાઓના cctv ફૂટેજ હાથ લાગ્યા છે તો બીજી તરફ આ ફાયરિંગમાં ઘાયલ થયેલ આરીફ મીરને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોય પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે ફરિયાદ લેવા દોડી ગઈ છે. જયારે આજે પોલીસના ફાયરિંગના સ્થેળે કરેલા પંચનામામાં 16 ફૂટલાં અને 8 જીવતા કાર્ટીઝ મળી આવ્યા છે.

મોરબી કાલિકા પ્લોટમાં ગઈકાલે સાંજે ફિલ્મી ઢબે ધણીફૂટ ગોળીબારની ઘટના મામલે આજે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ પણે નિયંત્રણમાં છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલમાં કાલિકા પ્લોટ, આરીફ મીરના ઘરે, મચ્છીપીઠ અને શનાળા ગામે હિતુભાના ઘરે ચાંપતો પોલોસ બંદોબસ્ત ગોઠવી srp પણ બોલાવી લેવામાં આવી છે.

- text

દરમિયાન ગઈકાલે સાંજના સમયે સરાજાહેર અંધાધૂંધ ગોળીબાર કરનાર બન્ને શખસોના cctv ફૂટેજ પોલીસને હાથ આવ્યા છે જેમાં બન્ને શખસો હથિયાર સાથે આવી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. ઉપરાંત પોલીસે હાલમાં ઘાયલ થઈ હોસ્પિટલના બિછાને પડેલા આરોપી પાસેનું હથિયાર અને એક બિનવારસુ હથિયાર કબ્જે કરી લીધું છે જયારે આજે પોલીસના ફાયરિંગના સ્થેળે કરેલા પંચનામામાં 16 ફૂટલાં અને 8 જીવતા કાર્ટીઝ મળી આવ્યા છે. રાજકોટ સારવારમાં રહેલા આરોપી ફરતે પણ કડક બન્દોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે જિલ્લા પોલીસવડાએ મોરબી વાસીઓને કોઈ પણ ખોટી અફવા પર ધ્યાન ન દેવા અપીલ કરી છે.

બીજી તરફ ગોળી વગવાને કારણે ઇજાગ્રસ્ત બનેલા આરીફ મીરને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ હોય મોરબી પોલીસની એક ટીમ ફરિયાદ લેવા માટે અમદાવાદ રવાના થઈ હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ફાયરિંગની ઘટનામાં નિર્દોષ બાળકનું મોત નિપજતા હાલમાં મૃતક બાળકની લાશ રાજકોટથી મોરબી લાવવામાં આવી છે અને આ ગંભીર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાથે બાળકના મૃતદેહને પ્રથમ નહેરૂગેઈટ ચોક ખાતે રાખવામાં આવ્યો હતો. અને ત્યાંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયો હતો. જ્યાં પોલીસની યોગ્ય તપાસની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

મોરબી કાલિકા પ્લોટમાં શનિવારે બનેલી ફાયરિંગની ઘટનાની તપાસ અને કોળી સમાજની માંગણી અંગે મોરબી જિલ્લા પોલીસવડાનું ઇન્ટરવ્યુ, જુઓ વિડિઓ

 

- text