મોરબી કાલિકા પ્લોટમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં એક નિર્દોષ બાળકનું મોત

- text


ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલ નિર્દોષ બાળકે રાજકોટમાં દમ તોડ્યો

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવતમાં બે હિન્દીભાષી શખ્સો જે ભાડૂતી મારાઓ હોવાની શક્યતા છે તમના દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતા આ ફાયરિંગની ઘટના રમી રહેલ એક બાળક પણ ઝપટમાં આવી ગયો હતો. આ ઘાયલ થયેલ નિર્દોષ બાળકનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં ધણીફૂટ ગોળીબારની ઘટનામાં શેરીમાં રમી રહેલ વિશાલ લખમણભાઈ બાંભાણીયા ઉ.૧૩ નામના નિર્દોષ બાળકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન કાલિકા પ્લોટમાં ફિલ્મી સ્ટાઇલથી થયેલ આ ફાયરિંગની ઘટનામાં બે કોન્ટ્રાકટ કિલરોએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે છે અને બે ભાડૂતી મારાઓ પૈકી એક ભાડૂતી મારો સ્થાનિક લોકોની ઝપટે ચડી જતા તેને પણ ગંભીર ઇજાઓ સાથે રાજકોટ ખસેડાયો છે.

મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

આ ઘટનાના આગળના ન્યુઝ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો.

મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ : પાંચ ઘાયલ

- text