મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ : પાંચ ઘાયલ

- text


જૂની અદાવતમાં ભાડૂતી મારા ત્રાટકયા હોવાની ચર્ચા : હિન્દીભાષી શખ્સ ઇજા ગ્રસ્ત : ૧૨ વર્ષની બાળકી અને પાંચ વર્ષનો બાળક પણ ઘાયલ

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં આજે સાંજે જૂની અદાવતમાં અંધાધૂંધ ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો છે એ ચોકવનારી ઘટનામાં ભાડૂતી મારનો ઉપયોગ થયાની ચર્ચા વચ્ચે કુલ પાંચ ઇજાગ્રસ્ત થયા છે જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે મોરબી એસઓજી, એલસીબી સહિતનો કાફલો સિવિલ પહોંચી ગયો હતો.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં આજે સાંજના સમયે બઘડાછટી બોલી ગઈ હતી અને અંધાધૂંધ ફાયરિંગ થતા આરીફ ગુલામ મીર,ઉ.૩૨, ઇમરાન સુમરા ઉ. ૨૨ સિપા વસીમભાઈ માંકડ ઉ.૧૨ અને અન્ય એક પાંચ વર્ષના બાળકને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ઘટનામાં એક હિન્દી ભાષી શખ્સ પણ ગંભીર ઇજાઓ સાથે સિવિલમાં દાખલ કરવામાં આવતા સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળે – ટોળા ઉમટી પડ્યા હતા.

બીજી તરફ આ ઘટના જૂની અદાવતને કારણે ઘટી હોવાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે આ ઘટનામાં કાલિકા પ્લોટના આરીફ ગુલામ મીર અને ઇમરાન સુમરા ઇજાઓ પહોંચી છે જેને પહેલા ક્રિષ્ના હોસ્પિટલ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલ મોરબીમાં ખસેડાયેલ હિન્દીભાષી શખ્સ ભાડૂતી મારો હોવાનું જણાવી સ્થાનિક લોકોએ આ ઇજાગ્રસ્તને રાજકોટ રીફર પણ કરવા દેવામાં ખુબજ માથાકૂટ કરી હતી અને પોલીસ સાથે પણ ગરમા ગરમી બાદ આ યુવાનને રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text

આ ઘટનાના આગળના ન્યુઝ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો.

મોરબી કાલિકા પ્લોટમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં એક નિર્દોષ બાળકનું મોત

- text