હળવદમાં ડો.બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરતા કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર

- text


રાજયસભા સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, નિગમ ચેરમેન ગૌતમભાઈ ગેડીયા જિલ્લા કલેકટર તેમજ એસપી સહિતના મહાનુભાવોની હાજરી

હળવદ : હળવદ શહેરમાં આજરોજ ટીકર એપ્રોચ રોડ પર ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ રાજયના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં રાજયસભા સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, જયંતિભાઈ કવાડીયા સહિત રાજકીય આગેવાનો તેમજ જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

હળવદ ખાતે યોજાયેલ સંવિધાન વિધાતા ભારત રત્ન અને મહાન વિભૂતી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમમાં રાજયના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ૬.પ૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. હળવદ નગરપાલીકા દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે સાંસ્કૃતિક લોક ડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા છે.

- text

આ સમારંભના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.જે. માકડીયા, એસપી ડો.કરણરાજ વાઘેલા, નગરપાલીકા કમિશ્નર ગૌરાંગ મકવાણા, નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડીયા, પાલીકા પ્રમુખ હિનાબેન અજયભાઈ રાવલ, ન્યાય સમિતિના ચેરમેન પ્રેમીલાબેન એમ.પરમાર, કચ્છ ભાજપ પ્રભારી બિપીનભાઈ દવે, રજનીભાઈ સંઘાણી, અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી સહીત રાજકીય તેમજ પદાધિકારીઓ અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text