મોરબીમાં કાર આપવાની લાલચ આપી રૂ. ૨૭ લાખનું ફુલેકુ ફેરવનાર બે ઝડપાયા

- text


તપન મોટર્સ નામની પેઢીના માલીક તથા કાર બ્રોકરની વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં
ધરપકડ કરતી મોરબી એસઓજી ટીમ

મોરબી : મોરબી શહેરમાં નવા બસસ્ટેન્ડ સામે ઓફીસ ખોલી લોકોને નવી જૂની કાર આપવાની તેમજ સહિત કવર્સ પાસિંગ વીમો મફત કરી આપવાની લાલચ આપી રૂ. ૨૭ લાખથી વધુની છેતરપિંડી આચરનાર બે શખ્સોને એસઓજી ટીમે ઝડપી લીધા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુ.ર.નં.૧૩૩/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હામાં મોરબી નવા બસ સ્ટેશન સામે,
આશાપુરા ટાવરના પહેલા માળે આવેલ તપન મોટર્સ નામની પેઢીના માલીક પ્રદીપભાઇ ભટ્ટ તથા કાર બ્રોકર જય સેજપાલે ફરિયાદી પરષોતમભાઇ ભુદરભાઇ ધોળકીયા, રહે.લાલપર તા.જી.મોરબી તથા બીજા અન્ય સાહેદ-૭ (સાત) વાળાઓને વિશ્વાસમાં લઇ અલગ-અલગ વચનો આપ્યા હતા જેમાં નવી કાર આપવાની, જુની કાર બદલામાં લેવી, શીટ કવર તથા વિમો,પાર્સીગ કરી આપવાનો વિશ્વાસ આપી રોકડા રૂપીયા કે જુની કે નવી કાર નહીં આપી તેમજ શીટ કવરના બીલ નહી ચુકવી ફરિયાદી તથા સાહેદો સાથે વચન આપી વિશ્વાસઘાત કરી કુલ રૂપીયા ૨૭,૩૦,૩૬૪ની છેતરપીડી કરી હતી.

- text

વધુમાં આ ગુનાની તપાસ મોરબી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટીને સોંપવામાં આવતા એસઓજી ટીમે પ્રદિપભાઇ શાંતિલાલ ભટ્ટ, ઉ.વ.૫૮ રહે.સાંકડી શેરી,ગ્રીન ચોક,રૂપલ ચશ્મા ઘરની સામે, મોરબી અને જય મુકેશભાઇ સેજપાલ, ઉવ.૨૨ રહે. જીવાપરા શેરી, એસ.બી.આઇ. બેન્કની પાછળ,ટંકારા હાલ રહે. માધાપર ચોકડી, ગાયત્રધામ સોસાયટી, રાજકોટવાળાને ગણત્તરીના કલાકોમાં પકડી પાડી અટક કરેલ છે અને આ કામે આરોપીઓની પુછપરછ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરેલ છે.

આ કામગીરી મોરબી એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ તથા પો.હેડ. કોન્સ.શંકરભાઇ
ડોડીયા, કિશોરભાઇ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, પો.કોન્સ.ભરતભાઇ
જીલરીયા તથા વિજયભાઇ ખીમાણીયા વિગેરે મદદમાં રહેલ હતા.

- text