મોરબી : જલારામ જયંતિએ રજા જાહેર કરવા આવેદન પાઠવાયું

- text


લોહાણા સમાજ અને જુદા – જુદા સંગઠનો દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદન અપાયું

મોરબી : મોરબી સમસ્ત લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિ ની રજા જાહેર કરવા આજે જીલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતું.

આજરોજ મોરબી સમસ્ત લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓ લોહાણા મહાજન, લોહાણા વિદ્યાર્થી ભવન, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, રઘુવંશી યુવક મંડળ, જલારામ વેવિશાળ માહીતી કેન્દ્ર, જલારામ જયંતિ ઉત્સવ સમિતી, જલારામ સેવા મંડળ, પોપટ પરિવાર, રઘુવંશી મહીલા મંડળ, જલારામ પાર્ક યુવા સંગઠન, ઠક્કર યુવા સંગઠન, દરિયાલાલ જન્મોત્સવ સમિતી, દરિયાલાલ મંદીર જીર્ણોધ્ધાર સમિતી, વીર દાદા જશરાજ સેના, રોયલ રઘુવંશી વગેરેના આગેવાનોએ આજરોજ મોરબી જીલ્લા કલેક્ટર મારફત જલારામ જયંતિની રજા જાહેર કરવા મુદે મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી હતી.

- text

રજુઆતમા તેઓએ જણાવ્યુ હતું કે ગુજરાત ની પવિત્ર ધરતી પર અનેક મહાપુરુષો એ અવતાર ધારણ કર્યો છે તેમજ અનેક સંતો મહંતોએ જન્મ ધારણ કરી ગુજરાતની ધરતી ને પાવન બનાવી છે. તેમાના એક સંત છે પૂજ્ય જલારામ બાપા. દેશ વિદેશના દરેક ધર્મ તેમજ સંપ્રદાયના લોકોની આસ્થા વિરપુરના જોગી પૂ.જલારામ બાપા સાથે જોડાયેલ હોય કારતક સુદ સાતમ તા.૧૪-૧૧-૨૦૧૮ બુધવાર ના રોજ પૂ. જલારામ બાપા ની ૨૧૯ મી જન્મ જયંતિ હોય તે દીવસે રજા જાહેર કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

આજની રજુઆત સમયે મોરબી લોહાણા મહાજનના ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, નવીનભાઈ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, લોહાણા સમાજ અગ્રણી ઘનશ્યામભાઈ પુજારા, વિવેકભાઈ મીરાણી સહીતના તમામ સંસ્થાના રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text