ટંકારા નજીક ૭ બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

ટંકારા : ટંકારા નજીક વિદેશી દારૂની સત બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસે ખીજડિયા ચોકડી પાસે ભરત જેસિંગભાઈ લકુમ ઉ.વ. ૪૦ને ૭ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૨૧૦૦ અને બાઈક કિંમત રૂ. ૨૫ હજાર મળીને કુલ રૂ. ૨૭,૧૦૦ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ તસ્વીર