મોરબીની પીજી પટેલ કોલેજ અને લિઓ કલબ સરહદ પર સૈનિકો સાથે ઉજવશે દિવાળીનું પર્વ

- text


પરિવારથી દૂર રહીને સરહદ પર ફરજ બજાવતા જવાનોને પરિવારના પ્રેમની હૂંફ આપીને ૧ હજાર કિલો મીઠાઈ અર્પણ કરાશે

મોરબી : દેશની રક્ષા કાજે પોતાના ઘરથી દૂર રહીને સરહદ પર તૈનાત રહેતા સૈનિકો પોતાની ફરજના કારણે પરિવાર સાથે તહેવાર ઉજવી શકતા નથી. ત્યારે આ સૈનિકોના આગામી દિવાળીના પર્વને યાદગાર બનાવવા માટે મોરબીની પીજી પટેલ કોલેજ અને લીઓ કલબ સરહદ પર જઈને જવાનો સાથે દિવાળીનું પર્વ ઉજવશે. આ સાથે ૧ હજાર કિલો મીઠાઈ પણ જવાનોને અર્પણ કરવામાં આવશે. આ માટે નગરજનોને પોતાનો ફાળો આપવાની અપીલ પણ કરાઈ છે.

મોરબીમાં છેલ્લા ૧૫ વર્ષથી વિદ્યાર્થી જીવન ઘડતરમાં અગ્રેસર એવી શૈક્ષણિક સંસ્થા પી.જી. પટેલ કોલેજ અને લીઓ કલબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે આવનાર દિવાળી પર્વની ઉજવણી સરહદ પર ફરજ બજાવતા જ્વાનો સાથે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી પર્વ નિમિત્તે પી.જી. પટેલ કોલેજ અને લીઓ કલબ દ્વારા સરહદ પર ફરજ બજાવતા જવાનોને પરિવારના પ્રેમની હૂંફ આપીને ઉજવણી કરી આ દિવાળીને યાદગાર બનાવવામાં આવશે. આ સાથે દેશની રક્ષા કાજે સરહદ પર ફરજ બજાવતા જવાનોને ૧ હજાર કિલો મીઠાઈ પણ અર્પણ કરવામાં આવશે.

- text

પીજી પટેલ કોલેજ તેમજ લીઓ કલબ દ્વારા નગરજનોને આ સેવાકાર્યમાં સહભાગી બનવા માટે અનુરોધ કરતા જણાવાયું છે કે આ માટે ફાળો કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ મો.નં. ૯૮૯૮૨ ૮૮૭૭૭ અથવા લીઓ કલબ પ્રેસિડેન્ટ તીર્થ ફળદુ મો.નં. ૯૯૦૯૮ ૫૬૭૪૮ ઉપર સંપર્ક કરવો. આ સેવા કાર્ય માટે વિદ્યાર્થીઓ આપનો કોટેન્ક કરે તો ઉદાર હાથે ફાળો આપવાની અપીલ છે.

- text