અહીંથી ચાલવું નહિ ! મોરબીમાં આલાપ રોડ ઉપર ખોડિયાર પાર્કના રહીશોએ રસ્તો ખોદી નાંખતા ડખ્ખો

- text


સાયન્ટિફિક વાડીમાં સોસાયટીઓના હલણ મુદ્દે બઘડાટી બાદ પોલીસ આવતા મામલો થાળે : હજુ પણ ધુધવાટ

મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર સાયન્ટિફિક વાડી વિસ્તારમાં નવી બનેલી સોસાયટીઓમાં હલણ મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદમાં ગઈકાલે ખોડિયાર પાર્કના રહીશોએ રસ્તો ખોદાવી નાખી બંધ કરી દેતા બઘડાછટી બોલી ગઈ હતી અને અંતે પાલિકા અને પોલીસે દોડી જતા મામલો થાળે પાડ્યો હતો, જો કે હજુ પણ ઘૂઘવાટ યથાવત હોય નવજુનીના એંધાણ મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજન મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ખોડીયાર પાર્ક સોસાયટીના રહિસોએ તેમની સોસાયટીની માર્ગ બંધ કરી દેતા તેની બાજુની ન્યુ આલાપ અને પટેલ નગર સોસાયટીના અવર જવરના માર્ગ બંધ થતા આ બંને સોસાયટીઓએ વિરોધ નોંધાવતા ભારે ઘર્ષણ સર્જાયું હતુ અને ન્યુ આલાપ તથા પટેલનગરની સેંકડો મહિલાઓ રસ્તા ઉપર ઉતારી આવી હતી.

- text

સોસાયટીઓ વચ્ચે ચાલતા હલણ યુદ્ધની વિગત જોઈએ તો આલાપ રોડ ઉપર આગળના ભાગે ખોડીયાર પાર્ક સોસાયટી આવેલ છે અને પાછળના ભાગે ન્યુ આલાપ અને પટેલ નગર આવેલા છે જેમાં હાલ ડેવલોપમેન્ટ ચાલી રહ્યું હોય રેતી, સિમેન્ટ, કોન્ક્રીટ સહિતના ભારે વાહનોની વ્યાપક અવર જવર રહેતી હોવાથી ખોડિયાર પાર્કના રહિસોએ ભારે વાહનોની અવર જવર રોકવા બે દિવસ પૂર્વે લોખંડની ગડર મુકી દીધી હતી.

દરમિયાન ગઈકાલે ખોડીયાર પાર્કના રહીશોએ સોસાયટીની હદ પરના માર્ગ ખોદીને બંધ કરી દીધો હતો. પરિણામે ન્યુ આલાપ અને પટેલ નગરમાં આવેલ લવ – કુશ, શ્રી હરિ સહિતના હાઇરાઈઝડ બિલ્ડીંગના રહેવાસીઓ અને પટેલનગરના રહીશોની આવન જાવન બંધ થતાં મામલો બીચકયો હતો.

ખોડીયાર પાર્કની સોસાયટીના રહીશોના મતે ન્યુ આલાપ માટે હનુમાન મંદિર તરફનો રસ્તો જ કાયદેસર છે જેથી અમે અહીંથી કોઈને ચાલવા નહિ દઈએ તેવી જીદ પકડી હતી જો કે, આ માર્ગ એપ્રોચ રોડ હોય પાલિકા અને એ ડિવિઝન પોલીસે કાયદાકીય આંખ દેખાડતા જ ખોદેલો માર્ગ હાલમાં ચાલુ થઈ ગયો છે પરંતુ પટેલ નગર અને ન્યુ આલાપમાં હાઇરાઈઝ બિલ્ડીંગ વધી રહ્યા હોય ડખ્ખો વકરવાના એંધાણ મળી રહ્યા છે.

- text