હળવદના કવાડિયા નજીક પિસ્તોલ સાથે શખ્સને પકડી પાડતી મોરબી એસઓજી

મોરબી : મોરબી એસઓજીની ટીમે હળવદના કવાડિયા ગામ નજીક એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજીની ટીમના પીઆઇ એસ. એન સાટી, શંકરભાઇ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, કિશોરભાઈ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા। , મયૂરધ્વજસિંહ જાડેજા, ભરતભાઈ ડાભી, વિજય ખીમાણીયા, પ્રિયંકાબેન પૈજા સહિતના હળવદ નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કવાડિયા ગામ નજીક લીલાપર ગામ તરફ જતા રેલવે ફાટક પાસેથી અસલમ ગફારભાઈ ભટ્ટી ઉ.વ.૨૯ને દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ. ૨૫ હજાર સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.