મોરબી રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન : વિશાળ રેલી યોજાઈ

વિજયાદશમી પર્વ પ્રસંગે મોરબી રાજપૂત સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબી રાજપૂત સમાજ દ્વારા આજે વિજયાદશમીના અવસરે મહારેલી અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયસમાજના લોકો જોડાયા હતા.

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા આજે વિજયાદશમી નિમિતે મહારેલી અને શસ્ત્ર પૂજન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, બપોરે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી મહારેલી યોજાઈ હતી જેમાં રાજપૂત ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા અને અશ્વ સાથે જોડાયા હતા . રેલી બાદ શક્તિ માતાજીના મંદિરે, શકત શનાળા ખાતે શસ્ત્ર પૂજન યોજવામાં આવ્યું હતું.