ટંકારાના હડમતિયામાં આજે પણ ગરબા ગવાય છે ઢોલ ત્રાસાના તાલે

- text


અાઠમના દિવસે પુરુષો દ્વારા મહાદેવ વિવાહ તેમજ બાળાઅો દ્વારા ભુવારાસ જેવા પ્રાચીન ગરબા ગાઈ સંસ્કૃતીનો વારસો જળવાઈ છે

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં વર્ષોથી ચાલી આવતી પ્રાચીન પરંપરા અકબંધ જોવા મળે છે. હાલના અર્વાચીન સમયમાં પ્રાચીન ગરબીઓ લુપ્ત થતી જાય છે ત્યારે ટંકારાના હડમતિયા ગામે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરીને પ્રાચીન પરંપરા જાળવી રાખવાનો પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગરબીની વિશેષ વાત તો એ છે કે અહી ધ્વનીનું પ્રદુષણ અોકતા ડીજે સાઉન્ડ ગરબીમાં રાખવામા આવતા નથી ગામના લોકો જ સંગીત વાદ્યમાં કુશળ યુવાનો ઢોલ-ત્રાંસા, તબલા,જાંજ હારમોનિયમ જેવા સાજો વગાડીને જાતે જ ગરબા ગાઈ નવરાત્રીના નવ દિવસ જગદંબાની આરાધના કરે છે.

નવરાત્રીના આઠમા નોરતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન શિવના “મહાદેવ વિવાહ” પુરુષો દ્વારા ગાવામા આવે છે તે અેક જોવાનો અને લયથી ગાવાનો લ્હાવો છે. આજના યુવાનોને પ્રાચીન સંસ્કૃતીની ભેટ સ્વરુપે આપેલ “મહાદેવ વિવાહ” ના પ્રણેતા સ્વ. કાનજી ભગતને પણ યાદ કરવામા આવે છે.

આજકાલનો સમય દિવસેને દિવસે આધુનિક થતો જાય છે. હાથમાં રહેલી રેતી જેમ ઝડપથી સરકી જતી હોઈ એટલી જ ઝડપથી આધુનિક થઈ રહેલા આ સમયમાં નવરાત્રી માત્ર એક મનોરંજન બનતું જાય છે. ક્યાંકને ક્યાંક માતાજીની આરાધના ભુલાતી હોય તેવું લાગી રહ્યું છે. આજના સમયમાં પણ અમુક ગામો પ્રાચીન પરંપરાઓને જાળવી રાખતા હોય છે. એવું જ એક આ હડમતિયા ગામ છે.

- text

- text