પ્રેમ મોંઘો પડ્યો : ટંકારામાં પ્રેમી યુવકને છરીથી છરકા

- text


પ્રેમપ્રકરણમાં સોની યુવાને ધમકી આપવા મામલે યુવતીના પિતાએ પણ ફરિયાદ નોંધાવી

ટંકારા : ટંકારામાં પ્રેમિકાના ઘર નજીક ગરબી જોવા ગયેલા પ્રેમી યુવાનને યુવતીના પિતા સહિતના લોકોએ મળી માર મારી છરીથી છરકા કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.તો સામાપક્ષે યુવતીના પિતાએ પણ સોની યુવાન વિરુદ્ધ ધમકી આપવા મામલે ગુન્હો નોંધાવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ ગઈકાલે ટંકારા ગામના ઉગામણાં નાકા નજીક ગરબી જોવા ગયેલા મોરબીના કપીલભાઇ જીતેન્દ્રભાઇ પાલા જાતે સોની ઉ.વ.- ૧૮ ધંધો- પ્રાઇવેટ રહે. હાલ- મોરબી આનંદનગર બાયપાસ રોડ મોરબી વાળાને (૧) રમેશભાઇ નથુભાઇ કોરીંગા (૨) રશીકભાઇ કોરીંગા (૩) હીતેન રમેશભાઇ કોરીંગા (૪) ગપી ઉર્ફે ધવલ રહે. બધા ટંકારા વાળાએ એક સંપ કરી માર માર્યો હતો અને છરીથી છરકા કર્યા હતા.

- text

વધુમાં આ બનાવમાં યુવકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતને રમેશભાઈની દિકરી સાથે બે વર્ષ થી પ્રેમ સબંધ હોય જેની જાણ આરોપીઓને થઇ ગયેલ હોય આથી ટંકારા ગરબી જોવા ગયેલ હોય ત્યારે આરોપીઓએ હાથમાં છરી મારી છરકા જેવી ઇજા કરી હતી.

સામાપક્ષે રમેશભાઈ કોરિંગાએ પોતાની પુત્રી સાથે ધરાર પ્રેમ સંબંધ રાખવા મામલે ફોનમાં ધમકી આપવા અંગે કપીલ જીતેન્દ્રભાઇ પાલા સોની (૨) રવિભાઇ જીતેન્દ્રભાઇ પાલા સોની રહે. મોરબી આનંદનગર બાયપાસ રોડ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આમ, પ્રેમ પ્રકરણમાં છરીઓ ઉડતા મામલો ટંકારા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text