મોરબીના 9 ક્લાર્કને નાયબ મામલતદારના પ્રમોશન

દુષ્કાળ અને ચૂંટણી કામગીરીને ધ્યાને લઈ અપાઈ હંગામી બઢતી

મોરબી : મોરબી જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે મોડીસાંજે નવ ક્લાર્કને નાયબ મામલતદાર તરીકે બઢતી આપી મતદારયાદીની કામગીરી સોંપવા હુકમ કર્યો હતો, જો કે, જિલ્લા કલેકટર દ્વારે તદ્દન હંગામી ધોરણે આ પ્રમોશન અપાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા કલેકટર મોરબી દ્વારા ક્લાર્ક સંવર્ગ થી નાયબ મામલતદાર માટે ગઈકાલે સાંજે હુકમ કરાયો હતો હુકમ મુજબ ટંકારા મામલતદાર કચેરીના પી.એન.અજાણીને ના. મામલતદાર મતદાર યાદી ટંકારા, માળીયા ના જે.સી.પટેલને ના. મામલતદાર મતદાર યાદી માળીયા, સી.જે .આચાર્યને ના. મામલતદાર મતદાર યાદી હળવદ, એ.જી.સુરાણીને ના. મામલતદાર મતદાર યાદી પ્રાંત કચેરી મોરબી, સી.જે.પરમારને ના. મામલતદાર મતદાર યાદી ના. મામલતદાર મતદાર યાદી વાંકાનેર, વાંકાનેરના જી.વી.મન્સૂરીને ના. મામલતદાર મતદાર યાદી ચૂંટણીશાખા મોરબી અને ડી.એલ.રામાનુજને ના. મામલતદાર મતદાર યાદી મોરબી મામલતદાર કચેરી ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.