મોરબીમાં વોડાફોનનું નેટવર્ક ખોરવાયું : મોબાઈલ રસિયા હેરાન

- text


સવારથી નેટવર્ક જામ થવા ઉપરાંત ઇન્ટરનેટ સેવા ખોરવાઈ : ધાંધિયા

મોરબી : જિયો દે ધન ધન સામે ટક્કર આપવામાં વોડાફોન ટૂંકું પડી રહ્યું છે તેવામાં આજે મોરબીમાં સવારથી વોડાફોનનું નેટવર્ક ખોરવાઈ જવાની સાથે ઇન્ટર નેટમાં ચકેડા ફરવા લગતા મોબાઈલ રસિયા હેરાન પરેશાન થયા છે તો વ્યવસાયિક ઉપયોગ કરતા લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ભાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારથી મોરબીના રવાપર રોડ શનાળા રોડ,સામાકાંઠા સહિતના વિસ્તારોમાં વોડાફોન નેટવર્ક ના કવરેજ મા મુસીબતો ઉભી થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેમા છેલ્લા બે કલાકથી વોડાફોન નેટવર્ક ધારકોને સાવ નેટવર્ક ઠપ્પ થઈ ગયુ છે અને ક્યાક નેટ મા પ્રોબ્લેમ આવતા નેટ બંધ થઈ જતા રોજીંદા કામકાજ અટકી પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે હજુ સુધી આ મુસીબત નો અંત આવ્યો નથી અને પ્રજાને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

- text

બીજી તરફ મોરબીના વોડાફોન કર્મચારીએ જણાવ્યું હતું કે ફાયબર કટ્ટ થી જતા નેટવર્ક ખોરવાયું હતું અને મોરબી જ નહીં બલ્કે ગુજરાતભરમાં આ પરિસ્થિતિ હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

- text