મોરબીના ઉંચીમાંડલમાં ભાગીદારીમાં વિદેશી દારૂનો વેપલો કરનાર બે ઝડપાયા

સિરામિક ફેકટરીમાં કામ કરવાની સાથે સાઈડ બિઝનેશ માં દારૂ વેચવાનું શરૂ કરતાં પોલીસની ઝપટે

મોરબી : મોરબીના ઉંચીમાંડલ નજીક સિરામિક ફેકટરીમાં કામ કરવાની સાથે જલ્દી રૂપિયા કમાઈ લેવા ત્રણ શખ્સોએ ભાગીદારીમાં વિદેશીદારૂનો વેપલો શરૂ કરતાં બે આરોપી તાલુકા પોલીસની ઝપટે ચડી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉંચીમાંડલ ગામથી તળાવીયા શનાળા જતા રસ્તે રોલ્જાગ્રેનાઇટો પાસેથી તાલુકા પોલીસે (૧) વિશાલભાઇ કાબાભાઇ ધલવાનીયા, ઉવ.૨૦ ધંધો.મજુરી રહે.રોલ્જા ગ્રેનાઇટો લેબર કવાર્ટર ઉંચીમાંડલ પાસે તળાવીયા શનાળા રોડ તા.જી.મોરબી મુળ રહે.ઓરી ગામ તા.વિછિયા જી.રાજકોટ તથા
(૨) રાહુલભાઇ વિરમભાઇ શિયાળીયા જાતે.કોળી ઉવ.૧૯ ધંધો.મજુરી રહે.રોલ્જા ગ્રેનાઇટો લેબર કવાર્ટર ઉંચીમાંડલ પાસે તળાવીયા શનાળા રોડ તા.જી.મોરબી મુળ રહે.અડાળા ગામ ચા.સાયલા જી.સુરેનદ્રનગર વાળાને વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કાચ ની નાની મોટી કંપની શીલ પેક બોટલો નંગ-૨૮ કિ.રૂ.૫૮૦૦ સાથે ઝડપી લીધા હતા.

વધુમાં તાલુકા પોલીસે બન્ને બુટલેગરો સાથે ભાગીદારી કરનાર ત્રીજા આરોપી પ્રવિણભાઇ રહે.હાલ પીપળી ગામ વાળાનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફાઈલ ફોટો