મોરબીમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા દર રવિવારે યોગ શિબિર

શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા : સ્વસ્થ રહેવા માટે આ શિબિરનો લાભ લેવા અનુરોધ

મોરબી : મોરબીમાં પતંજલિ યોગ શિબિર દર રવિવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ઉત્સાહભેર યોગ કર્યા હતા.

પતંજલિ યોગ સમિતિ દ્વારા મારુતિ વાટીકા, ગાયત્રી ગરબી ચોક પાસે, વિજયનગરની બાજુમાં , રવાપર રોડ ખાતે દર રવિવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ઉત્સાહભેર વિવિધ યોગાસનો કર્યા હતા.

યોગ શિબિર દર રવિવારે સાંજે ૪:૪૫ થી ૬ દરમિયાન યોજાશે. આ શિબિરમાં આવતા લોકોએ ચલાખો અથવા શેતરંજી, હાથ રૂમાલ અને પાણીની બોટલ સાથે લાવવાની રહેશે. આ શિબિરને સફળ બનાવવા રણછોડભાઈ જીવાણી, નરશીભાઈ અંદપરા, સંજયભાઈ રાજપરા, કાનજીભાઈ પંચાસરા અને હરજીવનભાઈ છત્રોલા જહેમત ઉઠાવી હતી.