મોરબી : તિથવા હાઈસ્કૂલની કૃતિ રાજ્યકક્ષાના ગણિત અને વિજ્ઞાન મેળા માટે પસંદગી પામી

મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં તિથવા હાઈસ્કૂલની કૃતિ સમતોલ આહાર અને સ્વાસ્થ્ય એ વિભાગ ૨માં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ કૃતિની રાજ્ય કક્ષાએ પસંદગી થતા શાળા પરિવાર પર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલી ૪૯ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓમાથી શ્રેષ્ઠ એવી માત્ર ૫ કૃતિઓને રાજ્યકક્ષાએ પસંદ કરવામાં આવી છે. જેમાં વિભાગ -૨માં તીથવા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ બાક્રોલિયા નિશા અને સરવદી સમીરાએ શિક્ષક રાજુભાઇ ગોપાણીના માર્ગદર્શન હેઠળ રજૂ કરેલી આહાર અને સ્વાસ્થ્ય કૃતિ પણ રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે પસંદગી પામી છે.