પાણીનો પોકાર : મારબી જિલ્લાને અછત ગ્રસ્ત જાહેર કરવા રાહત કમિશ્નરને રજુઆત

- text


કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા લેખિત રજુઆત

મોરબી : ચાલુ વર્ષે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ માત્ર પાંચ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો હોવાથી પીવાના પાણી ઉપરાંત ખેડૂતો અને માલધારીઓની સ્થિતિ દયનિય બનતા પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપ પ્રમુખ રમેશભાઈ રબારીએ રાજ્યના રાહત કમિશ્નરને લેખિત રજુઆત કરી મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી ઉઠાવી છે.

રમેશભાઈ રબારી દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ફક્ત પાંચ ઈંચ જેવો નહિવત વરસાદ થયેલ છે. જેનાં કારણે જિલ્લાનાં તમામ વિસ્તારોમાં માલધારી પશુપાલકો, ખેડૂતો તથા આમ સામાન્ય જનતા ભારે મુશ્કેલી અનુભવે છે. ચાલુ સાલે પીવાના પાણી સહિતની તકલીફો અત્યારથી જ શરૂ થઈ ગઈ હોવાનું પણ રજુઆતમાં જણાવાયું છે.

- text

રાહત કમિશ્નર સમક્ષ થયેલી રજુઆતમાં ભારે મૉધવારીથી લોકો ત્રાહિમામ બન્યા હોવાનું જણાવી પ્રવર્તમાન સમયમાં ડિઝલ – પેટ્રોલના ભાવાંકમાં અકલ્પનિય વધારાના કારણે નાના-મોટા તમામ વર્ગના લોકો પરેશાન થઈ ઉઠ્યા હોવાનું પણ જણાવાયું હતું.

પાણીની કટોકટી અને મોંઘવારીના કારણે શ્રમિકો અને ગરીબ – મધ્યમવર્ગના લોકો અજંપો અનુભવે છે અને આવન – જાવન વાહન વ્યવહારમાં આર્થિક ભારણ વધતા પશુઓનો ઘાસચારો અને ખાણદાણ વધુ મોંઘા બનેલ છે ત્યારે મોરબી જિલ્લાને તાત્કાલિક અછતગ્રરત જાહેર કરી રાહત પેકેજની વ્યવસ્થા કરવા રમેશભાઈ રબારી દ્વારા માંગણી ઉઠવાઈ છે. રજૂઆતના અંતે કોંગી અગ્રણી દ્વારા સ્થાનિક તંત્ર પાસેથી માહિતી મેળવી તાત્કાલિક ઘટિત કાર્યવાહી કરવા માંગણી ઉઠાવવામાં આવી છે.

- text