વાંકાનેર : યુવતી સાથે પરિણીત યુવકે છેતરપીંડીથી લગ્ન કરી પ્રેગનેટ બનાવી દીધી

- text


પરિણીત યુવકે પત્ની સાથે મળીને કાવતરું રચી યુવતીને રાજકોટમાં ગોંધી રાખી : ૫ સામે અરજી

વાંકાનેર : વાંકાનેરના કાંસિયાગાળા ગામની યુવતી સાથે એક પરિણીત યુવકે છેતરપીંડીથી લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચરીને તેને પ્રેગનેટ બનાવી હોવાની અરજી થતા ખળભળાટ મચાવી જવા પામ્યો છે. આ યુવતીને કુલ ૫ વ્યક્તિઓએ મળીને ગોંધી રાખવામાં આવી હોવાનું યુવતીએ જણાવ્યું છે.

વાંકાનેર તાલુકાના કાંસિયાગાળા ગામની યુવતીએ તાલુકા પોલીસ મથકે અરજી કરી હતી કે તેની સાથે છેતરપીંડી કરી જીવરાજ કલ્યાણજી પરમારે લગ્ન કર્યા હતા. બાદમાં માલુમ પડ્યું હતું કે તેના જયશ્રી જીવરાજ પરમાર સાથે લગ્ન અગાઉ થઈ ચૂક્યા છે. ઉપરાંત પતિએ પત્નીના સહકારથી યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેને પ્રેગનેટ બનાવી દીધી હતી.

- text

આ ઉપરાંત યુવતીએ યુવકે તેના અન્ય પરિવારજનોની મદદથી તેને રાજકોટ ખાતે દોરડાથી બાંધી ગોંધી રાખી હતી. યુવતીએ આ પાંચેય શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે લેખિતમાં અરજી આપી છે. પરંતુ પોલીસે બનાવ રાજકોટમાં બન્યો હોવાથી રાજકોટમાં ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું.

- text