મોરબીના ઘુંટુ ગામે બાળકો દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

- text


બાળકોએ ભાવભેર વિઘ્નહર્તાનું સ્થાપન કર્યું : બાળકોના ધાર્મિક આયોજનની ઠેર ઠેર સરાહના

મોરબી : મોરબીના ઘુંટુ ગામે બાળકો દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ચોથના દિવસે બાળકો દ્વારા ભાવભેર દુંદાળાદેવની સ્થાપન વિધિ કરવામાં આવી હતી. બાળકોના આ ધાર્મિક આયોજનની ઠેર ઠેર સરાહના થઈ રહી છે.

ઘુંટુ ગામે આવેલા હરિહર ચોકમાં બાળકોએ જહેમત ઉઠાવી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ગામના વિનુભાઈ દેવજીભાઈ ધોરીયાણી, હસમુખભાઈ રાઘવજીભાઈ પરેચા, સાવનભાઈ જયસુખભાઈ સોરીયા, હર્ષદભાઈ દિનેશભાઇ કૈલા અને રાજભાઇ ધનજીભાઈ સોરીયાએ આર્થિક સહયોગ આપ્યો છે.

- text

બાળકોએ ગણેશચોથના દિવસે ભગવાન ગણેશનું ભાવભેર સ્થાપન કર્યું હતું. બાદમાં ગઈકાલે અને આજ રોજ સાંજે આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યાના સ્થાનિકોએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. બાળકોના આ ધાર્મિક આયોજનની ઠેર ઠેર સરાહના થઈ રહી છે.

- text