મોરબી : ટ્રકની ઠોકર લાગતા રીક્ષા પાછળ બેઠેલા ત્રણ લોકોના પગમાં ફેક્ચર

- text


રીક્ષાચાલકની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક ટ્રકે રિક્ષાને હડફેટે લેતા રિક્ષાના પાછળના ભાગે પગ બહાર રાખીને બેઠેલા ત્રણ લોકોના પગમાં ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકે મહેશભાઈ વિરજીભાઈ ધામેચાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની સીએનજી રિક્ષામાં પરિવાર સાથે જતા હતા તે વેળાએ મોરબી માળીયા નેશનલ હાઇવે પર લક્ષ્મીનગર ગામ પાસે બાલાજી સિમેન્ટ પાઈપના કારખાનાની સામે ટ્રક નં. જીજે ૧૦ ટીટી ૮૮૭૭એ પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો.

- text

આ અકસ્માતમાં રિક્ષાની પાછળ બહારના ભાગે પગ રાખીને બેઠેલા હકાભાઈ છગનભાઇ ધામેચા, ખેંગારભાઈ કાનજીભાઇ ધામેચા અને રતનબેન ખેંગરભાઈ ધામેચાને પગમાં ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચો હતી. આ ફરિયાદના પગલે તાલુકા પોલીસે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text