હળવદના શકિતનગરમાં રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટકયા

- text


રોકડા, સોનુ, મોબાઈલ સહિતની વસ્તુઓ પર ગત રાત્રીના તસ્કરોએ કર્યો હાથફેરો : પોલીસે હાથ ધરી તપાસ

હળવદ : હળવદ તાલુકાના શકિતનગર ગામે આવેલ નકલંક ટાઉનશીપમાં ગત રાત્રીના તસ્કરોએ બે રહેણાક મકાનને ટાર્ગેટ બનાવી રોકડ, સોનુ, મોબાઈલ સહિતની વસ્તુઓની તસ્કરી કરી જતા ચકચાર મચી જવા પામી છે. જયારે આ બાબતે બન્ને રહેણાંક મકાન ધારકોએ હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

હળવદ પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે તસ્કરો પણ મેદાનમાં આવી ગયા હોય તેમ ગત મોડી રાત્રીના હળવદ તાલુકાના શકિતનગર ગામ નજીક ધ્રાંગધ્રા રોડ પર આવેલ નકલંક ટાઉનશીપમાં વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ અને હસમુખભાઈ ગજ્જરના મકાનને નિશાન બનાવી અંદર પ્રવેશી રોકડ, સોનુ, સહિત મોબાઈલની ચોરી કરી ગયા હોવાની બન્ને મકાન માલિકોએ હળવદ પોલીસ મથકે લેખિતમાં રજુઆત કરી છે.

- text

જેમાં ગીરીશભાઈએ કરેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર પોતે પરિવાર સાથે રાત્રીના ઘોર નિંદ્રાધીન હતા તે અરસામાં કોઈ અજાણ્યા શખ્સોએ મકાનમાં પ્રવેશ કરી મકાનમાં રહેલ સોનાની બુટી, પર હજાર રોકડા, બે મોબાઈલ તેમજ હસુભાઈએ ગજજરે કરેલ ફરિયાદમાં ચાર મોબાઈલ અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. બન્ને મકાન માલિકોએ હળવદ પોલીસને લેખિતમાં રજુઆત કરાતા પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text