હળવદ નગરપાલીકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

- text


પૂર્વ મંત્રી, પાલીકા પ્રમુખ, મામલતદાર સહિતનાઓએ દિપ પ્રાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો

હળવદ : આજરોજ શહેરમાં આવેલ આઈ.ટી.આઈ. પરિસરમાં હળવદ પાલીકા દ્વારા ૪ થા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ રપ ગેસ કનેકશનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે પૂર્વ મંત્રી, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી, પાલીકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના હાજર રહ્યા હતા.

રાજય સરકાર દ્વારા અરજદારોનું એક જ સ્થળે પોતાના પ્રશ્નોના નિરાકરણ આવી શકે તેવા હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ હળવદ તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં આજે ૪થા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ શહેરના આઈ.ટી.આઈ. ખાતે યોજવામાં આવ્યો હતો. આ વેળાએ રપ ગેસ કનેકશનો ગૃહિણીઓને પૂર્વ રાજયમંત્રી જયંતીભાઈ કવાડીયાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથોસાથ આધારકાર્ડ, રેશન કાર્ડ, મા અમૃતમ કાર્ડ, મેડીકલ કેમ્પ, જાતિ-આવદના દાખલા, વીજળીના કનેકશન સહિતના પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર લાવવામાં આવ્યું હતું.

- text

સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારો અરજીઓ સાથે જાવા મળ્યા હતા. આ તકે પાલીકા પ્રમુખ હિનાબેન રાવલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બિપીનભાઈ દવે, મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, મામલતદાર વી.કે.સોલંકી, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, પૂર્વ પાલીકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ઘનશ્યામભાઈ ગોહિલ, ચીફ ઓફિસર સાગર રાડીયા, સદસ્ય સતીષ પટેલ, એન્જીનિયર પરમાર સહિતના હાજર રહ્યા હતા.

- text