ટંકારા નજીક વાહન હડફેટ મોતને ભેટેલ અજાણી મહિલાના અંતિમ સંસ્કાર કરાયા

- text


પંચમુખી ગ્રુપ તથા હસીનાબેન લાડકા દ્વારા કરવામાં આવી અંતિમવિધિ

મોરબી : બે દિવસ પૂર્વે રાજકોટ -મોરબી હાઇવે પર ટંકારા નજીક હરબટીયાળી ગામ પાસે અજાણ્યા વાહન હડફેટ મોતને ભેટેલ અજાણી મહિલાના વાલી – વારસની ભાળ ન મળતા આજે મોરબી સિવિલ હોસ્પિટલના સેવાભાવી કાર્યકરો દ્વારા મહિલાની અંતિમવિધિ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પૂર્વે રાજકોટ મોરબી હાઇવે પર ટંકારાના હરબાટીયાળી ગામ નજીક રસ્તે ચાલીને જતા મહિલાને અજાણ્યા વાહને હડફેટ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

- text

ઘટના બાદ ટંકારા પોલીસે મૃતક મહિલાના વાલી વારસોનો પતો મેળવવા પ્રયત્ન કરી મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખ્યો હતો પરંતુ મહિલાના કોઈ સગા વ્હાલઓ ન મળી આવતા અંતે આજે સેવાભાવી પંચમુખી ગ્રુપ અને મોરબી સિવિલમાં સેવા આપતા હસીનાબેન લાડકા દ્વારા મહિલાને હિન્દૂ વિધિ મુજબ અંતિમક્રિયા કરી હતી.

- text