વાંકાનેર પોલીસ લાઈન મહિલા મંડળ આયોજિત ગણેશ ઉત્સવની ઉજવણી

વાંકાનેર પોલીસ લાઈનમાં સૌપ્રથમ વખત ગણેશજીની સ્થાપના કરવામાં આવી

વાંકાનેર : આમ તો તહેવારો દરમિયાન પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી હોય છે, પરિવારને સમય નથી આપી શકતા કે નથી તહેવારો ઉજવી શકતા જેના પરિણામ સ્વરૂપ વાંકાનેર પોલીસ લાઈન મહિલાઓએ એક ગ્રુપ બનાવી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઊજવવાનો નિર્ણય કરી ગણેશજીની સ્થાપના કરી ઉત્સવ ઉજવવાનો લ્હાવો પ્રાપ્ત કરેલ છે.

આ સાત દિવસના ગણપતિ મહોત્સવના આયોજન માં સત્યનારાયણની કથા ઉપરાંત દરરોજ સાંજે આરતી બાદ મહિલાઓ દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરેલ છે. આમ વાંકાનેર પોલીસ તહેવારોમાં લોકોને અગવડતા ન પડે તે માટે ફરજના ભાગરૂપે બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે મહિલાઓએ ગણેશ ઉત્સવનું આયોજન કરી પોતાની જાતે મહોત્સવનો લાભ લેવા સુંદર આયોજન કરેલ છે.