વાંકાનેર નજીક કાર પલ્ટી મારતા પત્નીનું મોત : પતિને ગંભીર ઇજા

- text


વાંકાનેર : વાંકાનેર નજીક ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ કારમા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી મારતા પત્નીનું મોત નીપજ્યું હતું અને પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે આજે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ગત તારીખ 3ના રોજ વાંકાનેર બાઉન્ટ્રી પર આવેલા ઓવરબ્રિજ પાસે દંપતિ કારમા જઈ રહ્યું હતું. ત્યારે કાર પલટી મારતા તસમિયાબાનું અલ્તાફભાઈ કકલ ઉ.વ. ૨૦નું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ અલ્તાફભાઈ સલીમભાઈ કકલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text