હળવદ પંથકમાં મુશળધાર વરસાદ : ખેડૂતો અને પશુપાલકોમાં આશ બંધાઈ

- text


 

અંતે મોરબી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : માળીયા મોરબીમાં ૮ મિમી, હળવદમાં મુશળધાર ૩૧ મિમી વરસાદ નોંધાયો : હળવદ પંથકમાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

હળવદ : ગુરૂવારે રાત્રે આકાશમાં કાળા વાદળો ધરાયેલા હતા ત્યારે આજે શુક્રવારે વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યા બાદ ૧૦ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં એક કલાકમાં મુશળધાર વરસાદ થતાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે ખેડૂતો અને પશુપાલકો સારો વરસાદ વરસતા આશ બધાઇ છે. જોકે વરસાદના કારણે હળવદ શહેરના નિચાળ વાળા વિસ્તારમાં વરસાદ પાણી ભરાયા હતા. જયારે મોરબીમાં અને ટંકારામાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

- text

હળવદ તાલુકામાં ચોમાસુ સત્ર પછી બે માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં વરસાદ ઓછો પડતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની હતી ત્યારે ગુરૂવારે રાત્રે આકાશમાં કાળા વાદળો ધરાયેલા હતા ત્યારે આજે શુક્રવારે વહેલી સવારે થી ઝરમર વરસાદ વરસ્યો હતો ત્યારે બાદ સવારના ૧૦થી૧૧ વાગ્યા સુધીમાં મુશળધાર વરસાદ પડતાં હળવદ પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો વરસાદના કારણે હળવદ તાલુકાના ખેડૂતોમાં આનંદ છવાયો હતો. હળવદમાં વરસાદ પડતાં ધ્રાગધ્રા દરવાજા બજાર, સરા રોડ, શકિત ટોકીઝ રોડ, બસ સ્ટેશન રોડ, દિવ્યપાર્ક સોસાયટી, ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રેલ્વે સ્ટેશન રોડ, કુભારપરા, ખારીવાડી, ગોરી દરવાજા સહિતના નિચાળવાળા વિસ્તારમાં વરસાદ પાણી ભરાયા હતા. ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ, માનગઢ, અજીતગઢ, ધનશ્યામગઢ, મિયાણી, ખોડ, જોગડ, માલણીયાદ, રાણેકપર, માનસર, ધનશ્યામપુર, શકિત નગર, સુસવાવ, ઢવાણા, કોયબા સહીતના ગામોમાં વરસાદ નોધાયો છે. વરસાદના કારણે વીજ પુરવઠો બંધ થયો હતો આમ હળવદ પંથકમાં એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડુગાર વાતાવરણ સર્જાયું હતું.

- text