મોરબી : લોક સરકારના અગ્રણીને ધારાસભ્ય વિરુદ્ધ લખાણ લખવા બદલ સસ્પેન્ડ કરાયા

લોક સરકારના મુખ્યમંત્રી પરેશ ધાનાણીની કાર્યવાહી

મોરબી : લોક સરકારના મુખ્યમંત્રી પરેશ ધાનાણી દ્વારા સૌરાષ્ટ્ર ઝોન લોક સરકાર કો-ઇન્ચાર્જ કોર્ડીનેટર પારસ ધકકણને ધારાસભ્ય વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં લખાણ લખવા બદલ પદ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ લોક સરકારના મુખ્યમંત્રી પરેશ ધાનાણીએ સૌરાષ્ટ્ર ઝોન લોક સરકાર કો-ઇન્ચાર્જ કોર્ડીનેટર પારસ ધકકણને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે પારસ ધકકણ દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી જાહેરમાં કોંગેસના ધારાસભ્ય વિરુદ્ધ અભદ્ર ભાષામાં લખાણ લખ્યું છે. જેથી તેઓને લોક સરકારે આપેલા પદ પરથી મુક્તિ આપવામાં આવે છે.

વધુમાં જણાવાયું હતું કે પારસ ધકકણ દ્વારા પક્ષ વિરોધી કાર્ય કરવામાં આવ્યું છે. તેનો લેખિતમાં જવાબ આપવાનો રહેશે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.