લોકસભાની ચૂંટણી સંદર્ભે મોરબી માળીયા વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓની બેઠક મળી

- text


કચ્છ લોકસભા બેઠકના ભાજપના પ્રભારીઓએ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી વ્યુહરચના તથા માર્ગદર્શન પૂરું પાડ્યું

મોરબી: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ ને માત્ર ૭ મહિના જેટલો સમય બચ્યો છે ત્યારે કચ્છ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ૬૫-મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના અપેક્ષિત કાર્યકર્તાઓની એક અગત્યની મિટિંગનું આયોજન કરવામા આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કચ્છ લોકસભા બેઠક માટે નિયુક્ત પ્રભારીઓ કે.સી.પટેલ (પ્રદેશ મહામંત્રી, ભા.જ.પ.), રણછોડભાઈ રબારી (પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર), વર્ષાબેન દોશી (પૂર્વ ધારાસભ્ય, વઢવાણ), હિતેશભાઈ ચૌધરી (પ્રદેશ અગ્રણી,યુવા ભા.જ.પ.), દિલીપજી કે. ઠાકોર (પ્રમુખ, સમી તાલુકા પંચાયત), મેઘજીભાઈ કંઝારીયા (સંગઠન પ્રભારી, મોરબી જિલ્લા ભા.જ.પ.), બીપીનભાઈ દવે (સંગઠન પ્રભારી, કચ્છ જિલ્લા ભા.જ.પ. તથા પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા ભા.જ.પ.), તથા કાંતિભાઈ અમૃતિયા (પૂર્વ ધારાસભ્ય, મોરબી-માળિયા) સહિતના મહાનુભાવોઓએ ઉપસ્થિત રહીને ચૂંટણીલક્ષી વ્યુહરચના તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.

- text

મોરબી શહેર,મોરબી તાલુકો,માળીયા તાલુકો તથા માળીયા શહેરના સંગઠનના તમામ હોદેદારો, માળીયા તાલૂકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન, મોરબી નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેનો, કાઉન્સિલરોતથા સેલ-મોરચાના હોદેદારો, તાલુકા પંચાયતના સદસ્યો તથા સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગઈકાલે શનિવારના રોજ ઉમા ટાઉનશીપ મુકામે યોજાયેલ આ કાર્યકર્તા સંમેલનથી ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. તમામ કાર્યકર્તાઓએ આજથી જ કામે લાગી જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

- text