ટંકારાના હડમતીયામાં કન્યા શાળાની વિઝીટ કરતા સામાજિક કાર્યકરો

- text


શાળામાં મિશન વિદ્યા અને મધ્યાહન ભોજન યોજનાની સરાહનીય કામગીરીથી સામાજિક કાર્યકરો થયા પ્રભાવિત

ટંકારા : ટંકારા તાલુકા હડમતીયા ગામે આવેલી કન્યા તાલુકા શાળામાં હાલ મિશન વિદ્યા ચાલી રહ્યું છે. ત્યારે શાળાની કામગીરી તપાસવા માટે ગામના સામાજિક કાર્યકરોએ શાળાની મુલાકાત લીધી હતી. આ તકે સામાજિક કાર્યકરોએ શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાની પણ ચકાસણી કરી હતી. શાળાની સરાહનીય કામગીરીની કાર્યકરો પ્રભાવિત થયા હતા.

ટંકારા તાલુકાના હડમતિયાના પ્રાથમિક શિક્ષણને સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર દ્વારા ચાલતા મિશન વિદ્યા કાર્યક્રમ અંતર્ગત ધો. ૬ થી ૮ ના વાંચન, લેખન , ગણનમાં નબળા વિધાર્થીઅોને તા.૨૬/૭/૨૦૧૮ થી તા. ૩૧/૮/૨૦૧૮ સુધી કાર્યક્રમ અમલમાં મુકેલ. તે અંતર્ગત હડમતિયા કન્યા તા. શાળાની વિઝીટ ભુતપુર્વ અેસ.અેમ.સી. અધ્યક્ષ તેમજ સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયાઅે કરી હતી સાથે કન્યા તા. શાળાના વર્તમાન અધ્યક્ષ જીતુભાઈ સુરાણી, આચાર્ય મનહરભાઈ ફુલતરીયા પણ જોડાયા હતા.

- text

મિશન વિદ્યાના આ કાર્યક્રમમાં બધાજ શિક્ષકો સવારે ૧૦ વાગ્યે અેટલે કે શાળાના સમય પહેલા અેક કલાક અગાઉ નબળા વિધાર્થીઅોને ભણાવે છે અને તે સિવાય પ્રાર્થના કાર્યક્રમ બાદ અેક કલાક તેમજ મોટી રિશેષ બાદ અેક કલાક અેમ કુલ મળી ૩ કલાક અભ્યાસ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ કરાવે છે.અને તેના સારા પરિણામની આશા પણ સામાજિક કાર્યકરે વ્યક્ત કરી હતી. આ પરિણામને વાસ્તવિકમાં બદલી નાખવા કન્યા તા. શાળાના સ્ટાફ નિલેશભાઈ સિણોજીયા, પ્રવિણભાઈ ભાગીયા, પટેલભાઈ, કોમલબેન સરડવા, નિતિનભાઈ નમેરા, નિલેશભાઈ ઢેઢી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તદ્ઉપરાંત સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા તેમજ અેસ.અેમ.સી અધ્યક્ષ જીતુભાઈ સુરાણીઅે મધ્યાહન ભોજન રસોડાની મુલાકાત લઈ બનાવેલ રસોઈની ચકાસણી કરી હતી ગત વર્ષ કરતા મધ્યાહન ભોજનની રસોઈમા સુધારો આવતા બાળકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો ગત વર્ષે આશરે ૧૦૦ બાળકો મધ્યાહન ભોજનનો લાભ લેતા આજે ૧૨૫ બાળકો લાભ લેતા થતા સામાજિક કાર્યકરે મધ્યાહન ભોજન સંચાલક ભલગામડીયા ધવલ હસમુખભાઈ તેમજ રસોયા વડગામા હર્ષાબેન નિતીનભાઈ અને કુકરવાડીયા ઈલાબેન બાબુભાઈને પ્રશંસનિય કામગીરી બદલ બિરદાવ્યા હતા.

- text