૫ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહિ થાય તો મોરબી પાલિકા કચેરીએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી..

- text


મોરબીમાં અનુ.જાતિના આગેવાનો પર થયેલ ફરિયાદ રદ કરવા મુદ્દે કલેકટરને આવેદન

મોરબી : મોરબી પાલીકા ખાતે રજુઆત કરવા આવેલા અનુ. જાતિના આગેવાનો અને ત્યાંના મહિલા કર્મચારી વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ત્યારે અનુ. જાતિના ૩ આગેવાનો પર થયેલ ફરિયાદ ખોટી હોવાનું જણાવી જિલ્લા કલેકટરને સમસ્ત અનુ. જાતિ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને દિવસ ૫ માં જો યોગ્ય કાર્યવાહી નહિ થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.

મજિલ્લા કલેકટરને સમસ્ત અનુ. જાતિ દ્વારા જણાવાયુ હતું કે મોરબીના દલિત વિસ્તારો શાંતિવન સોસાયટી, ભીમરાવનગર, વિજયનગરમાં રોડ-રસ્તા અને પાણી મુદે પાલિકા કચેરીએ સ્થાનિકો ફરિયાદ કરવા આવ્યા હતા. ત્યારે પાલિકા તંત્ર અને પોલીસની મિલી ભગતથી ત્યાંના મહિલા કર્મચારીએ અનુ. જાતિના મુળજીભાઈ સોલંકી, રાજુભાઇ ચૌહાણ અને રામજીભાઈ સામે છેડતીની ખોટી ફરિયાદ નોંધાવી છે.

- text

અનુ.જાતિના આગેવાનો દ્વારા આવેદન સાથે જિલ્લા કલેકટરને તેઓના વિસ્તારના દૂષિત પાણીનો નમૂનો આપવામાં આવ્યો હતો અને પીવાના પાણી અંગેની વ્યથા જણાવી હતી. ઉપરાંત અનુ. જાતિના આગેવાનો પર થયેલ ફરિયાદ રદ કરવાની માંગ ઉઠાવી હતી.સાથે જો ૫ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવેતો અનુ. જાતિ દ્વારા પાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

- text