મોરબી પાલિકા પ્રમુખના દાદાના બેસણામાં ૧૫૦૦ વૃક્ષના રોપાનું વિતરણ

- text


બેસણામાં આવેલ તમામને વૃક્ષના રોપા આપી સદગતને ખરા અર્થમાં શ્રધાંજલિ પાઠવી

મોરબી : મોરબી નગરપાલીકા પ્રમુખના દાદાના બેસણામાં વૃક્ષના રોપા વિતરણનું પ્રેરક કાર્ય કરવામાં આવ્યું હતું. બેસણામાં આવેલ તમામ લોકોને કુલ ૧૫૦૦ જેટલા વૃક્ષના રોપાનું વિતરણ કરી સદગતને ખરા અર્થમાં શ્રધાંજલિ આપવામાં આવી હતી.

મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ અમૃતલાલ વિલપરાના દાદા રતનજીભાઇ વિલપરાનું તાજેતરમાં દુખદઃ અવસાન થયેલ હતું. આજ રોજ સદગતનું બેસણું હતું. આ બેસણા દરમિયાન વિલપરા પરિવારે વૃક્ષના રોપાનું વિતરણ કર્યું હતું.

- text

વિલપરા પરિવારે બેસણામાં આવેલ તમામ લોકોને કુલ ૧૫૦૦ જેટલા વૃક્ષના રોપા આપીને સદગતને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

- text