મોરબીના નીચી માંડલ નજીક પેટ્રોલ પંપમાં લૂંટ

- text


લૂંટારુઓ મધ્યરાત્રીએ લૂંટ ચલાવી કર્મચારીઓને માર માર્યો

મોરબી : મોરબી નજીક નીચી માંડલ પાસે આવેલ એક પેટ્રોલપમ્પને નિશાન બનાવી ત્રણ બુકાની ધારી શખ્સોએ લૂંટ ચલાવી હતી અને એક ટેબ્લેટની લૂંટ કરી ત્રણ કર્મચારીને માર મારતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલ શક્તિ વંદના પેટ્રોલ પંપમાં મધ્યરાત્રીના ત્રણ બુકાનીધારી લૂંટારુઓ ત્રાટકયા હતા અને પૈસા આપી દેવા માંગણી કરી કર્મચારીને ફટકારી ટેબ્લેટની લૂંટ ચલાવી હતી.

- text

વધુમાં પેટ્રોલપંપના કર્મચારીઓને માર મારી લૂંટ ચલાવી ત્રણેય લૂંટારું શખ્શો કારમાં નાસી છુટતા પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓનું પગેરું દબાવ્યું હતું અને આ લૂંટની ઘટના બાદ ઈજાગ્રસ્ત બે કર્મચારીને હોસ્પીટલે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

- text