મોરબી રાજકોટ હાઇવે અકસ્માતનો મૃત્યુ આંક ૯ થયો : સોની પરિવાર બન્યો કાળનો કોળિયો

- text


રાજકોટના સોની પરિવાર પર કાળચક્ર ફરી વળવાના આ કરુણ બનાવમાં બે મૃતકોના મૃતદેહ ગ્વાલિયર લઈ જવાયા : બાકીના હતભાગીઓની અંતિમક્રિયા રાજકોટ ખાતે કરાશે

રાજકોટ : રાજકોટ – મોરબી હાઇવે પર મંગળવારની રાત્રી અમંગળ બની હતી, કચ્છ રાપરથી માતાજીનું કાર્ય પતાવી પરત રાજકોટ પરત ફરી રહેલ સોની પરિવારની ઇકો કાર ટ્રક સાથે અથડાતા કાર અગનગોળો બની હતી અને ઇકોમાં મુસાફરી કરી રહેલા નવ લોકો માંથી છના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે રાજકોટ સારવારમાં બેના મોત બાદ વધુ એક ઇજાગ્રસ્તનું મૃત્યુ થતા મૃતક આંક નવ પર પોહચી ગયો છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – રાજકોટ હાઇવે પર છતર ગામના પાટિયા નજીક કચ્છના રાપર તાલુકાના લાકડીયા ગામેથી પરત ફરી રહેલા કલાડિયા પરિવારની ઇકો કાર (Gj 3 fd 6563) ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માતના કારણે ઇકોમાં આગ લાગતા કાર રીતસર અગનગોળામાં ફેરવાઈ હતી અને છ લોકો આગમાં જીવતા ભૂંજાઇ જતા હાઇવે મરણચીસો થી ગુંજી ઉઠ્યો હતો.

વધુમાં આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ સાથે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા અને વધુ એક વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો જેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેમાં રાજકોટ મોરબી રોડ ઉપર ગઈકાલે સર્જાયેલ કરુંણ અકસ્માતમાં આઠ વ્યક્તિના મૃત્યુ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ મહેશભાઈ પ્રવીણભાઈ કલાડીયા ઉ. ૪૭ એ પણ સારવાર દરમિયાન દમ તોડી દેતા મૃત્યુઆંક નવ થયો છે, રાજકોટના સોની પરિવાર પર કાળચક્ર ફરી વળવાના આ કરુણ બનાવમાં બે મૃતકોના મૃતદેહ ગ્વાલિયર લઈ જવાયા છે જ્યારે બાકીના હતભાગીઓની અંતિમક્રિયા રાજકોટ ખાતે કરતા સોની સમાજમાં શોક છવાયો છે.

- text

સોની પરિવારના હતભાગીઓના નામ
૧) બળવંતભાઈ ઠાકરશીભાઈ કલાડિયા (રાજકોટ)
૨) રમેશભાઈ ઠાકરશીભાઈ કલાડિયા (રાજકોટ)
૩) સાગરભાઈ રમેશભાઈ કલાડિયા (રાજકોટ)
૪) મીનાબેન રમેશભાઈ કલાડિયા (રાજકોટ)
૫) રાજેશભાઈ રસિકભાઈ કલાડિયા (ગ્વાલિયર)
૬) ભાવનાબેન રાજેશભાઈ કલાડિયા (ગ્વાલિયર)
૭) મહેશભાઈ પ્રવીણભાઈ કલાડીયા (રાજકોટ)
૮) સંગીતાબેન મહેશભાઈ કલાડીયા (રાજકોટ)
૯) સુરેશભાઈ આદેસરા(ઇકો ચાલક)

ટંકારા પોલીસે પોતાની હદના હોવા છતાં કાબેલેદાદ કામગિરી બજાવી 

રાજકોટ મોરબી હાઇવે પર ગઈ કાલ રાત્રે ગોઝારા અકસ્માત બાદ  થયેલા ટ્રાફિક જામ અને અકસ્માત ટંકારા પોલીસ ની હદમાં ન હોવા છતાં ટંકારાના ફોજદાર એમ.બી. ચૌધરી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થિત પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી હતી. મોરબી થી આવતા વાહનો મિતાણા થી બાઈપાસ કરાવી દોઢ કલાક ની જહેમત બાદ રસ્તો કિલ્યર કરાવ્યો હતો. એવી જ રીતે ઈમર્જન્સી મદદ માટે ના ટંકારા 108 મા કફનની ફ્રી સેવા આપનાર રાજુ મહેતા આ રોડ ઉપર પસાર થતા હતા ત્યારે આ ધટના બની હતી ત્યારે તેના જ આપેલા કફન તેેેમના જ હાથે મુતકો ને ઓઢાળયા હતા.

અકસ્માતના હતભાગીઓને અંજલિ અર્પતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા
મોરબી – રાજકોટ હાઇવે ઉપર છતર ગામ પાસે રોડ અકસ્માત માં રાજકોટ કલાડીયા પરિવાર ના ૮ જેટલા સ્વજનો ના કરુણ મોત અન્વયે દુઃખ સાથે સદગત ના પરિવાર ને સધિયારો આપતા મોરબી ના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા એ જણાવ્યું છે કે આ રોડ પર અકસ્માતો ના બનાવો એ માજા મૂકી છે અનેક કીમતી માનવ જિંદગી આવા રોડ અકસ્માત માં મુરઝાઇ જતી હોય છે, પરિણામે આખે આખા પરિવાર આવી દુર્ઘટના નો ભોગ બને છે. ક્યાંક તો નોંધારા પણ બને છે આવી સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે આગોતરા પગલાં ભરી રોડ સેફ્ટી માટે સાબદા બનવા સત્તાવાળા ઓ ને અનુરોધ કરી બ્રિજેશ મેરજા એ અકસ્માત નો ભોગ બનેલા ને અંજલી અર્પી છે.

- text