એલઇ કોલેજની ૬૦ બેઠકો રાજકોટ ટ્રાન્સફર કરીને મોરબી સાથે અન્યાય : મેરજા

- text


ધારાસભ્ય મેરજાએ શિક્ષણમંત્રીને રજુઆત કરી આ બાબતે યોગ્ય કરવાની માંગ ઉઠાવી

મોરબી : મોરબીની એલઇ કોલેજની મંજુર થયેલી ૧૬૦ બેઠકો પૈકી ૬૦ બેઠકો રાજકોટની સરકારી ઈજનેરી કોલેજને ફાળવી દેવામાં આવી છે. ત્યારે ધારાસભ્ય મેરજાએ બેઠકો ટ્રાન્સફર કરવાની ઘટનાને અન્યાય ગણાવીને શિક્ષણમંત્રીને રજુઆત કરી યોગ્ય કરવાની માંગ ઉઠાવી છે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શિક્ષણમંત્રીને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીની વર્ષો જૂની અને પ્રતિષ્ઠિત એવી લખધીરસિંહજી એન્જીનિયરિંગ કૉલેજની ઇલેક્ટ્રિક શાખાની મંજુર થયેલ ૧૬૦ બેઠકો પૈકી ૬૦ બેઠકો સરકારી ઈજનેર કોલેજને ફાળવી દેવામાં આવી છે. બેઠકો ટ્રાન્સફર કરીને મોરબીના વિધાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ રીતે બેઠકો છીનવી લેવાનો કોઈ અધિકાર નથી. ભાજપ સરકાર મોરબીની એલ ઈ કોલેજની માવજત કરવામાં નિષ્ફળ નીવડી છે,ત્યારે આ રીતે બેઠકો છીનવી લેવાનો કોઈ અધિકાર સરકારને રહેતો નથી આ કિસ્સા માં અખિલ ભારતીય તકનીકી અભ્યાસ ની કોઉન્સિલર ને પણ અંધારા માં રાખી ને તઘલધી નિર્ણય લેવાયેલ છે.તો મોરબી ની સુવિધા છીનવી ને રાજકોટ ને નજરાણું ધરવાનું બિલકુલ ચલાવી નહિ લેવાઈ તેવો આક્રોશ મોરબી માળીયા ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ કર્યો હતો.

- text