મોરબી અને હળવદમાં ઝેરી દવા ગટગટાવી લેતા મહિલા અને સગીરાનું મોત

- text


મોરબી : મોરબી જિલ્લામાં અપમૃત્યુની બે ઘટનામાં મહિલા અને સગીરાનું ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બન્નેના મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરા લીલી મસ્જિદ નજીક રહેતા ગીતાબેન વિપુલગીરી ગૌસ્વામી ઉ. ૪૫ પોતાના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

જ્યારે બીજા બનાવમાં હળવદના દેવપુર ગામે રહેતી રવીના સોમાભાઈ આદિવાસી નામની સગીરાએ પિતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું.

 

 

- text