પાટીદાર શહિદ યાત્રા મંગળવારે મોરબી શહેર જિલ્લામાં ફરશે

- text


ઘનશ્યામગઢ ખાતે પાટીદાર શહીદ પંકજભાઈના ઘરેથી સવારે ૮ વાગ્યે પ્રસ્થાન

મોરબી : પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આયોજિત પાટીદાર શહીદયાત્રા તા.૧૦ ને મંગળવારે મોરબી જિલ્લામાં ફરશે જેમાં સવારે ૮ વાગ્યે ઘનશ્યામગઢ ખાતે પાટીદાર શહીદ પંકજભાઈ પટેલના નિવાસસ્થાનેથી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.

તા. ૧૦ ને મંગળવારે સવારે ઘનશ્યામગઢ ખાતેથી યાત્રાના પ્રસ્થાન બાદ સવારે ૯ વાગ્યે-ટિકર, ૧૦વાગ્યે ઘાટીલા, ૧૧ વાગ્યે-વેજલપર, ૧૨ વાગ્યે-ખાખરેચી, બપોરે ૨ વાગ્યે-અણીયારી ચોકડી, ૩ વાગ્યે-જેતપર, ૩:૩૦ વાગ્યે-જસમતગઢ, ૪ વાગ્યે-રંગપર, સાંજે – ૫ વાગ્યે-બેલા, ૬ વાગ્યે-પીપળી, ૭ વાગ્યે -મહેન્દ્રનગર, ૮ વાગ્યે -મોરબી-૨ અને ૯ વાગ્યે -મોરબી સીટીમાં આવી પહોંચશે.

- text

વધુમાં મોરબી જિલ્લા પાસ સમિતિના જણાવ્યા મુજબ મોરબીમાં આગમન બાદ પાટીદાર શહીદ યાત્રા મોરબી સીટીમાં નીચે મુજબના રૂટ ઉપર પસાર થશે જેમા રાત્રે- ૯ વાગ્યે વિસીફાટક થઈ, રેલવે સ્ટેશન ત્યાંથી નવલખી ફાટક, વાવડી ચોકડી, પંચાસર રોડ, રાજનગર કેનાલ રોડ, બાદમાં અવધ ૧,૨,૩,૪, ખાતે જશે.

બાદમાં શહીદ યાત્રા ચિત્રકુટ સોસાયટી, જીઆઈડીસી નાકે થઈ સરદાર પટેલ સ્ટેચ્યું, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, અવની ચોકડી થઈ ઉમિયા સર્કલ અને ત્યાંથી ભક્તિ નગર સર્કલ (પાટીદાર હોલ) ખાતે પહોંચનાર હોવાનું મોરબી પાસના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text