માળીયા તાલુકામાં બંધ કરાયેલી એસટી બસો પુનઃશરૂ કરાઈ : આંદોલન મોકૂફ

- text


પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરમિયાનગીરી કરી બસો પુનઃશરૂ કરાવી : મુસાફરોમાં ખુશીની લહેર

માળીયા : માળીયા તાલુકામા એસટી તંત્રએ રાતવાસો કરતી વિવિધ બસો તેમજ કથોરા રૂટ પર ચાલતી બસો બંધ કરી દેવાનો મનસ્વી નિર્ણય લીધો હતો. જેના પરિણામેં આગામી તા.૨ના રોજ રસ્તા રોકો આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ પરંતુ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરમિયાનગીરી કરી એસટી વિભાગને સફળ રજુઆત કરતા બંધ કરાયેલી બસો પુનઃશરૂ કરવામાં આવી છે. જેથી આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે.

માળીયા(મી.) તાલુકાના ગામોની વર્ષોથી ચાલતી નિયમિત બસોને અને અમુક ગામોમાં રાત્રિરોકાણ કરતી બસોને એસ ટી તંત્ર દ્વારા વિના કારણે બંધ કરી દેવામાં આવતા માળીયા તાલુકાના વિદ્યાર્થીઓ ,નોકરિયાત વર્ગ તથા નિયમિત રીતે જિલ્લા મથક મોરબી મુકામે આવતા મુસાફરોને હાલાકી પડી રહી છે.

આ અંગે વિવિધ સ્તરે, વિવિધ પ્રતિનિધિઓ દ્વારા રજુઆત કરતા એ રજૂઆતો પરિણામવિહોણી સાબિત થયેલ છે. કોઈ પરિણામ ન આવતા પૂર્વ પ્રમુખ, માળીયા તાલુકા ભાજપ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલભાઈ સરડવાએ પ્રશ્નોના નિરાકરણ માટે ઝંડો ઉપાડ્યો અને જો આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ગોપાલભાઈ સરડવા તથા સરપંચો અને આગેવાનો દ્વારા તા.૨ જુલાઈના રોજ રસ્તા રોકો આંદોલનની ચીમકી આપવામાં આવેલ છે.

- text

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની દરમીયાનગીરીથી ગોપાલભાઈ સરડવા તથા અન્ય આગેવાનો,સરપંચોએ એસ. ટી.વિભાગના અધિકારી સાથે સઘન ચર્ચા કરતાં અને બંધ થઈ ગયેલ બસો પૂનઃ ચાલુ કરવા નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં રાજકોટ-માળિયા સાંજે ૪:૩૦, માળિયાથી સાંજે ૬:૩૦, રાજકોટ-ભાવપર જુના સમય મુજબ તથા મોરબી-રાસંગપર રાત્રિરોકાણ તથા મોરબી-માળિયા ૧૦:૪૫ વિ. બસોનો સમાવેશ થાય છે

હાલ તુરત આ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવતા રસ્તો રોકો આંદોલન મોકૂફ રાખવામાં આવેલ છે. ભા.જ.પ.ના આગેવાનો દ્વારા અત્યંત સક્રિયતાથી જાહેર પ્રજાના વણઉકેલ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થતા પ્રજામાં ઉત્સાહનો સંચાર થયો છે અને લગભગ ૧૦ થી ૧૫ જેટલા ગામોના આગેવાનો સરપંચો કાંતિભાઈ અમૃતિયા તથા ગોપાલભાઈ સરડવા અને આ પ્રશ્નમાં રસ લેનાર તમામ આગેવાનોને અભિનંદન પાઠવેલ છે.

- text