ખિજડીયાને જોડતા પુલનુ કામ હજી અધુરું : સ્કુલ બસ અને ખટારો ફસાઈ જતા વાહનોની કતાર લાગી

- text


વિદ્યાર્થી ભરેલ સ્કુલ બસ ફસાતા વાલીઓ દોડયા : કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા માંગ ઉઠી

ટંકારા : નશીતપર, નાના મોટા ખિજડીયા, ધુનડા અને મોટા ભાગના કારખાના ને જોડતા ખિજડીયા ચોકડી થી આગળ માછલીયા તળાવ ને પાર કરવા માટેના પુલ નુ કામ હજી અધુરું રહેતા ભારે હાલાકી સર્જાઈ છે. આ પુલનું કામ ઉનાળો શરુ થયા પહેલા કામ શરૂ હોવા છતાં આજે વરસાદ આવી ગયો છતા પુરુ ન થતા બપોરે ડાઈવર્ઝન ના રસ્તામા ખટારો ખુચી ગયો હતો અને રસ્તો બ્લોક થઈ જતા મુસાફરો ને ભારે હાલાકી ભોગવવી પડી હતી તો સ્કુલ બસ ને પણ આ કિચડ અને ટાફીક જામમા મોડુ થતા વાલી ના જીવ પડીકે બંધાયા હતા.

- text

ત્યારે સવાલ એ થાય છે કે શુ આવુ જ ચાલશે ? નિયમ મુજબ આ કામ કયારે પુરુ કરી લેવુ જોઈએ વરસાદ આવી ગયો ને રસ્તો નથી બન્યો તો જવાબદાર કોણ ? ત્યારે આ પુલના કામ માટે જવાબદારો સામે પગલા લેવા માટે લોક માંગ ઉઠી છે.

- text